Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા : H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી

10 માર્ચ 2023 સુધીમાં રાજ્યમાં H1N1 ના 77 અને H3N2 ના 3 કેસ નોંધાયા : H3N2 થી રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયેલ નથી
, રવિવાર, 12 માર્ચ 2023 (09:33 IST)
રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે લોકોમાં જોવા મળી રહેલા શરદી, ખાંસી, તાવ ના કેસ સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે ઇન્ફ્લુએન્ઝા H3N2 થી નાગરિકોને ગભરાવવાની જરૂર નથી તેમ જણાવી રાજ્યની જનતાને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. 
 
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં જોવા મળતા સીઝનલ ફ્લુના કેસોમાંથી મુખ્યત્વે H1N1 ટાઈપના જ કેસો જોવા મળ્યા છે .જ્યારે H3N2 ના કેસો નહીવત નોંધાયા છે.H1N1 અને H3N2 એ ઇન્ફ્લુએન્ઝા-એ ના ટાઈપ છે. આ બંને પ્રકારના કેસમાં મૃત્યુદર ખૂબ જ ઓછો છે. તાવ અને શરદીના સામાન્ય  લક્ષણોમાં સામાન્ય દવા લેવાથી પણ રોગમાં રાહત મળે છે.રાજ્યમાં આ વર્ષે  તા.૧૦.૦૩.૨૦૨૩ સુધીમાં ૮૦ સીઝનલફ્લુના પોઝીટીવ  કેસ નોંધાયા જેમાંથી H1N1 ના 77 કેસ અને H3N2 ના 3 કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં H3N2 થી એક પણ મરણ થયેલ નથી તેમ મંત્રીએ જણાવ્યું હતુ. 
 
વધુમાં મંત્રીએ કહ્યું કે, રાજ્યની મેડીકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં ઓ.પી.ડી. ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે ઓ.પી.ડી. ની સંખ્યામાં કોઇપણ પ્રકારનો મોટો વધારો નોંધાયેલ નથી. રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રોગચાળાને ત્વુરીત ઓળખવા અને તે અનુસાર પગલાં ભરવા માટે ઇન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ (IDSP)પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેના અંતર્ગત કુલ-૧૬ રોગો જે રોગચાળા માટે મુખ્યરત્વે  જવાબદાર છે તેનું નિયમિત એટલે કે દૈનિક મોનીટરીંગ કરવામાં આવે છે અને તે મોનીટરીંગના આધારે જરૂરી રોગચાળા અટકાયત પગલાં લેવામાં આવે છે. તેમજ તમામ સીઝનલ ફ્લુ કેસોની નામ સાથેની વિગતવાર દૈનિક ધોરણે GERMIS Portal નાં માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવે છે.
 
તા.૨૫.૦૨.૨૦૨૩ નાં રોજ રાજ્યની તમામ જિલ્લા/કોર્પોરેશન કક્ષાએ સીઝનલ ફ્લુના કેસો નોંધાવા પામે ત્યારે રોગ અટકાયતી પગલા લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.જેના અંતર્ગત તમામ સીવીલ હોરિપટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ,પી.પી.ઇ.કીટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં જણાવાયું  હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.
 
સીઝનલ ફલુની સંભવિત પરિરિસ્થતિને અનુલક્ષીને જરૂરી દવાઓ, કેપ્સૂલ. ઓસેલ્ટામાવીર, પી.પી.ઈ. કીટ, એન-૯૫ માસ્ક, ટ્રીપલ લેયર મારક વગેરેના જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ જથ્થામાંથી તમામ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલો ખાતે પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ કરાવવા પણ આરોગ્યતંત્રને જણાવવામાં આવ્યું છે. 
 
હાલ રાજ્યમાં ઓસેલ્ટામાવીર (૭૫ મી.ગ્રા., ૩૦ મી.ગ્રા., ૪૫ મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. 
વધુમાં રાજ્ય સરકાર દ્વારા તા.૧૧.૦૩.૨૦૨૩ના રોજ રાજય કક્ષાએથી સેટકોમ દ્વારા તબીબી અધિકારીઓ તથા ફીમેલ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, આશા, આંગણવાડી કાર્યકરો ને માર્ગદર્શન, H1N1ના કેસોનો કોન્ટેકટ સર્વે તથા ગાઇડલાઇન મુજબ જરૂરી સારવાર આપવા માટે જાણકારી આપવામાં આવી છે. 
 
સીઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટીંગ માટે રાજ્યની તેર (૧૩) સરકારી લેબોરેટરીઓમાં વિનામુલ્યે ટેસ્ટીંગ સુવિધા  તેમજ ૬૦ ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ છે હોવાનું મંત્રીએ ઉમેર્યુ હતુ.સીઝન ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓને મહત્તમ પ્રવાહી ખોરાકનો ઉપયોગ કરવા, વારંવાર સાબુથી હાથ ધોવા, માસ્ક પહેરવા, તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી ખાતે શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક - સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે: ઋષિકેશભાઈ પટેલ