Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તૈયાર છાશ પીનારા 600 લોકો દવાખાને પહોંચ્યા

તૈયાર છાશ પીનારા 600 લોકો દવાખાને પહોંચ્યા
, મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (08:45 IST)
ભુજ-ભાનાડા એરફોર્સમાં જ 250 કર્મચારીઓ શિકાર
મુન્દ્રાની લેબર કોલોનીમાં પણ 200 થી વધુ કેસ
 
કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હકીકત તપાસતા સામે આવ્યું કે,તૈયાર દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. 
 
જાણવા મળતી વિગતો મુજબ શનિવાર અને રવિવારે સપ્લાય કરવામાં આવેલા માલમાં આ ગરબડ જણાઈ છે. જે - જે સ્થળોએ આ માલ ગયો છે અને જેઓએ દૂધ - દહીં અને છાશનું સેવન કર્યું છે તેમણે પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ કરી હતી
 
ઔદ્યોગિક નગરી મુન્દ્રાની લેબર કોલીનીમાં છેલ્લા 2 દિવસમાં 200 જેટલા લોકોને ઝાડાની અસર થઈ છે અને તેઓએ સરકારી-ખાનગી દવાખાનામાં સારવાર મેળવી છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandrayaan 3 - ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેંડીંગ, ISROએ આપ્યું મોટું અપડેટ