4-4 હત્યા કરીને ફરાર થયેલ સ્ટોન કીલરને અંતે રાજકોટ પોલીસે પકડી પાડ્યો છે. પોલીસ કમિશનર શ્રી અનુપમ ગહેલોત અને અધિકપોલીસ કમિશનર શ્રી ભટ્ટના માર્ગદર્શન અને સતત તપાસના અંતે સ્ટોન કીલરના 33 વર્ષના હિતેશ દલપતભાઈ રામાવત નામના બાવાજી શખ્સને જામનગરથી ઝડપી લેવામાં સફળતા મળી છે.
પહેલી હત્યા 20 એપ્રિલના રોજ ભક્તિનગર સ્ટેશન વિસ્તારમાં યુવકની હત્યા કરી દીધી હતી. જે બાદ 23 મેના રોજ મુંજકા ગામ પાસે રીક્ષા ચાલકની હત્યા કરી હતી.જ્યારે 2 જૂનના રોજ વલ્લભભાઈ રાંગાણી નામના પ્રોઢની હત્યા કરી હતી. પોલીસના સ્ટોન કિલરે અત્યાર સુધીમાં ત્રણ હત્યાઓ કરી છે. જ્યારે એક હત્યાનો પ્રયાસ પણ કરી ચુક્યો છે. પોલીસના મતે આરોપીના આવા સ્વભાવના કારણે તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.
તે મારામારી અને લૂંટની આદતો પણ ધરાવતો હતો. પોલીસના મતે આરોપી પહેલા મૃતકો સાથે સજાતિય સંબંધો બાંધતો હતો. અને તે બાદ માથું છુંદીને તે વ્યક્તિની હત્યા કરી દેતો હતો. અને હત્યા બાદ મૃતકની વસ્તુઓની લઈને ફરાર થઈ જતો હતો.પોલીસનું કહેવુ છે કે, સ્ટોન કિલર કુલ 24 મોબાઈલનો ઉપયોગ કરતો હતો. અને જ્યારે પણ તે ગુનાને અંજામ આપતો હતો ત્યારે બે દિવસ પહેલા તમામ 24 મોબાઈલ બંધ કરી દેતો હતો. હત્યા અને લૂંટ બાદ તે ફરી જામનગર પરત ફરતો હતો. સ્ટોન કિલર પાતળા કદનો અને સાડા પાંચ ફુટની ઉંચાઈ ધરાવે છે.