Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોના કાળ દરમિયાન રાજયમાં ચાલુ વર્ષે સૌથી વધુ 309 વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો

કોરોના કાળ દરમિયાન રાજયમાં ચાલુ વર્ષે સૌથી વધુ 309 વિદેશી વિદ્યાર્થીને પ્રવેશ મળ્યો
, સોમવાર, 18 જાન્યુઆરી 2021 (09:58 IST)
કોરોનાને લીધે જ્યાં દરેક ક્ષેત્રમાં નેગેટિવ અસર જોવા મળી છે ત્યારે ઉચ્ચ શિક્ષણમાં ફોરેન સ્ટુડન્ટસના પ્રવેશની વાત કરીએ તો કોરોના છતાં પણ આ વર્ષે અત્યાર સુધીના હાઈએસ્ટ ફોરેન સ્ટુડન્ટસ ગુજરાતમાં નોંધાયા છે. ICCR હઠળ દર વર્ષે ગુજરાતની યુનિ.ઓમાં ફાળવાતા વિદેશી વિદ્યાર્થીઓમાં આ વર્ષે સૌથી વધુ 309 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે.ICCR હેઠળ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે રાજ્યની જે 11 યુનિ.ઓ-સંસ્થાઓમાં વિદેશી વિદ્યાર્થી ફાળવાયા છે તેમાં સૌથી વધુ ગુજરાત યુનિ.માં 107 વિદ્યાર્થી એનરોલ થયા છે. GTUમાં 80 વિદ્યાર્થી એનરોલ થયા છે. જ્યારે M.S. યુનિ.માં 5૨, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.મા 41,  સરદાર પટેલ યુનિ.માં 9,  એનઆઈટી સુરતમાં 3, સૌરાષ્ટ્ર યુનિ.માં 2, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિ.માં 12, સેન્ટ્રલ યુનિ.ઓફ ગુજરાતમાં 2 અને આર્યુવેદ યુનિ.માં 1 વિદ્યાર્થીનું એનરોલમેન્ટ  થયુ છે.ગત વર્ષે ગુજરાત યુનિ.માં માત્ર 34 જ વિદ્યાર્થીના પ્રવેશ થયા હતા ત્યારે આ વર્ષે  ઘણો વધારો થયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ હેઠળ ભારતની યુનિ.ઓમાં અભ્યાસ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે સૌથી વધુ 309 વિદ્યાર્થી પ્રવેશ માટે નોંધાયા છે. ICCRના રિજનલ ડાયરેકટર જિગર ઈનામદારે જણાવ્યું કે ગત વર્ષે ગુજરાતની વિવિધ 13 જેટલી યુનિ.ઓમાં વિવિધ કોર્સમાં 181 વિદ્યાર્થીઓ ICCR હેઠળ એનરોલ થયા હતા ત્યારે આ વર્ષે 11 યુનિ.ઓમાં 309 વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયુ છે. જે અત્યાર સુધીના વર્ષોમાં હાઈએસ્ટ છે.કોરોનાની અસર ફોરેન સ્ટુડન્ટસના ગુજરાતની યુનિ.ઓમાં પ્રવેશ પર જોવા મળી નથી.ઉલટાનું વિદ્યાર્થીઓ આ વર્ષે વધ્યા છે. ગુજરાતમાં સૌથી વધુ ગુજરાત યુનિ.માં 107 વિદ્યાર્થીઓ અને ત્યારબાદ ટેકનોલોજીકલ યુનિ.માં સૌથી વધુ જીટીયુમાં 80 વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ થયુ છે. મહત્વનું છે કે ગુજરાતની યુનિ.ઓ-ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં દર વર્ષે ICCR હેઠળ  અફઘાનિસ્તાન, કેન્યા ,બાંગ્લાદેશ સહિતના અનેક દેશોમાંથી વિદેશી વિદ્યાર્થીઓ UG-PGના વિવિધ કોર્સમાં પ્રવેશ લે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ 25મી જાન્યુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થશે.