Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઈન મગાવેલું પાર્સલ ખોલતાં જ ધડાકો, 2નાં મોત

blast in parcel ordered online
, ગુરુવાર, 2 મે 2024 (15:21 IST)
blast in parcel ordered online

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે દર્દનાક બનાવ સામે આવ્યો છે. વેડા ગામના વણઝારા પરિવારના ઘરે આવેલ પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું છે. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
webdunia
sabarkantha

 
 
બ્લાસ્ટની જાણ થતા વડાલી પોલીસ અને ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સારવાર હેઠળ ખસેડાયેલા ઈજાગ્રસ્તોના નજીક બ્લાસ્ટ થયો હોવાને લઇ ફોરેન પાર્ટીકલ્સ શરીરમાં ઘૂસ્યા. રેડિયોલોજી અને તબીબો દ્વારા ચોક્કસ અનુમાન લગાવવા તપાસ શરૂ કરાઈ.
 
પ્રાપ્ત માહિતી અનુસાર વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું અને તેમાં હોમ થિયેટર હોવાની માહિતી હાલ સામે આવી છે. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે બેની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
 
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વણઝારા વાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું. જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું. આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.વડાલી સીએચસી ખાતેથી હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી. જોકે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર બનાવવાની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રજ્વલ રેવન્ના સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે