છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસ્યા હતા. કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સૌરાષ્ટ્રને ધમરોળ્યું હતું. જેમાં પોરબંદરમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.મળતી માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 14 ઈંચ અને કલ્યાણપુરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઈંચ, ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.તો બીજી બાજુ વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પણ પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ શહેરમાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં પણ સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં પણ ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.મેંદરડામાં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ, અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, મોરબી તાલુકામાં દોઢ ઈંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, નવસારી, જામકંડોરણા, ગણદેવી, જાફરાબાદમાં સવા ઈંચ ધારી, ગોંડલ, સાવરકુંડલામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.