Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિવિલમાં 13,000 કિ.લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક તૈયાર, 260 દર્દીઓને જરૂર પડે ઓક્સિજનની જરૂર

સિવિલમાં 13,000 કિ.લિટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક તૈયાર, 260 દર્દીઓને જરૂર પડે ઓક્સિજનની જરૂર
, બુધવાર, 8 જુલાઈ 2020 (08:48 IST)
સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના વિક્ષેપે સતત મળતો રહે એ માટે 13,000 કિલો લિટરની ક્ષમતાવાળી અત્યંત આધુનિક ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે.  કોરોનાના વધી રહેલા સંક્રમણની સ્થિતિમાં સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
 
અત્યારે સિવિલ હોસ્પિટલમાં 260 દર્દીઓને ઓક્સિજનની જરૂર પડે છે. એક દર્દીઓને ઓછામાં ઓછો 12 લીટર પ્રતિ મિનિટ ઓક્સિજનની જરૂર પડે છે. 260 દર્દીઓ માટે દરરોજ લગભગ 45 લાખ લીટર (ગેસ ફોર્મેટમાં) ઓક્સિજનની જરૂર પડી રહી છે. 
 
વડોદરાની આઇનોક્સ એર પ્રોડક્ટસ પ્રા.લિ. દ્વારા નિર્મિત આ ઓક્સિજન ટેન્ક સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કોલેજની પાછળના ભાગે સ્થાપિત કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિના માર્ગદર્શન હેઠળ સ્થાપિત કરાયેલી આ ઓક્સિજન ટેન્ક દ્વારા ઓક્સિજન પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહેશે. 
 
ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલે પહોંચે ત્યારે ટેન્કની ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જશે, જેનાથી કંપની દ્વારા રિફિલીંગની કામગીરી સત્વરે હાથ ધરી શકાશે. આ નવી ઓક્સિજન ટેન્ક આગામી બે દિવસમાં કાર્યરત થઇ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

CBSE- નવમા ધોરણથી લઈને બારમા ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો થશે