Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સોલાર સીસ્ટમથી પાકોને નુકશાનથી બચાવી શકાય છે

સોલાર સીસ્ટમથી પાકોને નુકશાનથી બચાવી શકાય છે
, શુક્રવાર, 19 જુલાઈ 2013 (12:23 IST)
P.R
ઉપર આકાશ અને નીચે ધરતી, દિવસ રાતની મહેનત એ ધરતી પુત્રોનું જીવન છે. ખેતર એ તેમની કર્મ ભૂમિ છે. પણ બદલાતા જતાં સમયમાં સમયના સથવારે ચાલવાનું પણ હવે ખેતરોના કર્મયોગીઓ શીખવા લાગ્યાથ છે. સોલાર સીસ્ટમમથી હવે ભૂંડ કે રોઝડાના કારણે પાકોને નુકશાનથી બચાવી શકાય છે. પાકોને ડ્રીપ ઇરીગેશનથી ૩ દિવસે બે કલાક પાણી આપીને પાણીને અછતને નિવારી શકાય છે. સરકારની અનેક લાભદાયી સ્કી મોથી ઓછા ખર્ચે અધધધ ખેત ઉત્પાદન મેળવી શકાય તેમ છે. અને આવા એક ધરતી પુત્ર છે જામનગરના એક આધુનિક યુવાન ખેડૂત ભાવેશ ગોઢાણિયા.

યુવાન અને પ્રગતિશીલ ખેડૂત ભાવેશ ગોઢાણિયાએ તેની ૬૫ વિદ્યા જમીનમાં ૫૨ વિધા દાડમનું વાવેતર ત્રણેક મહિના પહેલા કર્યુ. એટલે કે કૂલ ૮ હજાર દાડમનું વાવેતર થયું છે. અને ૧૨ વિદ્યામાં ઢોરનો ચારો, શાકભાજી વાવેલા છે. થોડા વર્ષો અગાઉ તેમની મોટીખાવડીમાં આવેલ જમીન જમીન સંપાદનમાં જતી રહતા તેના બદલે તેમણે જામનગર જિલ્લાનું જીવાપર ગામે જમીન ખરીદી. અને થોડાક વર્ષોથી તેમણે પોતાની પરંપરાગત કપાસ, મગફળી અને એરંડાની ખેતી છોડી દીધી છે. તેમણે કેટલાક જોખમો સાથે દાડમની ખેતીનો પ્રયોગ પોતાની જમીન ઉપર કર્યો છે. ક્ષારવાળી જમીન હોવાથી તેમણે ક્ષાર છુટુ પાડવાનું મશીન પણ વસાવ્યુજ છે. ખેતરમાં નિયમિત ત્રણ લોકો કામ કરે છે.

તેમના આ પ્રયોગમાં તેમને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા રાજય સરકારની કેટલીક સહાયો પ્રાપ્યત થઇ છે. સંપૂર્ણ ખેતરમાં ડ્રીપ ઇરીગેશન માટે રૂ.૩ લાખ અને સોલાર ફેંન્સીંયગ માટે રૂ.દસ હજારની સહાય મળી છે. દાડમના રોપામાં બાગાયત વિભાગ દ્વારા સબસીડી મળી છે. સમજો કે રોપા વિનામૂલ્યે જ પડયા છે.

અન્ય‍ રાજયની તુલનાએ ગુજરાતમાં ખેતી માટે અનેક સહાયો મળે છે. ટપક સિંચાઇ પધ્ધાતિ, સોલાર સિસ્ટલમ માટે અડધો અડધ સહાય રાજય સરકાર આપે છે જેથી આર્થિક ઉપાર્જન વધુ મેળવી શકાય છે તેમ કહી શ્રી ભાવેશભાઇ વધુમાં કહયુ હતું કે જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો(પીઠડિયા, ધુળેશિયા)ની આધુનિક ખેતીએ મને દાડમના વાવેતરની પ્રેરણા આપી છે. શ્રી ભાવેશભાઇ કહે છે કે તેઓને અછત નથી નડતી કારણ કે સંપૂર્ણ ડ્રીપ ઇરીગેશનના કારણે તેઓ દર ત્રણ દિવસે દોઢ કલાક છોડને પાણી આપવાની જરૂર પડે છે.

દાડમના ઝાડ ૮ ફુટ ઉંચા હોય છે તે ૧૫ વર્ષ સુધી ઉભા રહે છે. આંબના છોડની જેમ જ તેની માવઝત કરવાની રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati