Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના ફતેપુરામાં કોમી તોફાન, પોલીસે ટીયરગેસના 18 સેલ છોડ્યાં

વડોદરાના ફતેપુરામાં કોમી તોફાન, પોલીસે ટીયરગેસના 18 સેલ છોડ્યાં
, સોમવાર, 3 ઑક્ટોબર 2016 (14:43 IST)
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રવિવારે મોડી રાતે કોમી અથડામણ થતાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા 18 જેટલા ટિયર ગેસના સેલ છોડયા હતા. પથ્થરમારામાં કેટલાકને ઇજા પહોંચી હતી. આ વિસ્તારમાં રાણાવાસ પાસેથી તાજિયા પસાર થતાં હતા ત્યારે કાંકરીચાળો થયા બાદ સ્થિતિ વણસી હતી.  પોલીસે બળ વાપરીને સ્થિત કાબૂમાં લીધી હતી. પાણીગેટ લીમવાળી મસ્જિદ પાસેના તાજિયા રવિવારે રાતે સ્થાપના માટે જુલુસ સાથે લઇ જવાતા હતા.  આ તોફાનો અડાણિયા પુલ પાસે અને યાકુતપુરા ભોઇવાડા પાસે પણ પ્રર્સયા હતા. પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે 18 ટીયર ગેસના સેલ છોડયા હતા. ટીયરગેસ સાથે પોલીસે બળ વાપરતા તોફાનીઓ વિખેરાઇ ગયા હતા. મોડી રાતે 12 વાગ્યાના અરસામાં પોલીસે સ્થિત કાબૂમાં લીધી હતી.ફતેપુરામાં રવિવારે મોડી રાતે કોમી તોફાનો થતાં પોલીસ કાફલા સાથે પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિનર અને ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા શહેર પોલીસ કમિશનર ઇ રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે તાજિયાના જુલુસ વેળા કાંકરીચાળો થતાં દોડધામ મચી હતી. કોઇ મોટો બનાવ નથી આકસ્મિક પથ્થરમારો થયો હતો. હાલમાં સ્થિત કંટ્રોલમાં છે. ફતેપુરામાં રવિવારે રાત્રે થયેલા પથ્થરમારામાં પોલીસે મોડી રાતે તોફાનીઓ સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત સરકારે ગરીબોને આપી દિવાળીની ગિફ્ટ, 36 લાખ BPL પરિવારોને રૂ.108માં 1 કિલો તુવેરદાળ અને તેલ