Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી વઢિયારા સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર માટે સામાજિક ન્યાયમંત્રી રાજકુમાર બડોલેને આવેદન પત્ર અપાયો

ગુજરાતી વઢિયારા સમાજ દ્વારા જાતિ પ્રમાણપત્ર માટે સામાજિક ન્યાયમંત્રી રાજકુમાર બડોલેને આવેદન પત્ર અપાયો
મુંબઈ, , મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (12:27 IST)
સામાજિક સંસ્થા પરમ પૂજ્ય શિરોમણી શ્રી રોહિદાસવંશી વઢિયારા ચમાર સમાજના અધ્યક્ષ માવજીભાઈ બી કતપરા દ્વારા ગુજરાતી વઢિયારા ચમાર સમાજને જાતિ પ્રમાણપત્ર મેળવવા પડતી તકલીફો અંગે જાણકારી આપવા સંસ્થાના પદાધિકારીઓએ સામાજિક ન્યાય અને વિશેષ સહાય મંત્રી રાજકુમાર બડોલેને એમની મંત્રાલયસ્થિત ઓફિસમાં સુપરત કર્યો હતો. આવેદનમાં જણાવાયું હતું કે 10 ઓગસ્ટ,1950માં બનાવાયેલો જાતિ પ્રમાણપત્ર અંગેનો નિયમ રદ કરવામાં આવે કારણ, 1950માં મહારાષ્ટ્ર અસ્તિત્વમાં નહોતું. અને 1 મે,1960માં મહારાષ્ટ્ર રાજ્ય બન્યા બાદ જૂના નિયમોને કારણે જાતિ પ્રમાણપત્ર મેળવવામાં સમાજને ઘણી તકલીફો વેઠવી પડે છે.

   આ અવસરે સંસ્થાના સહ સચિવ આલજીભાઈ પીઠ મારુએ કહ્યું કે, જાતિ પ્રમાણપત્ર અને ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અમારા સમાજની સાથે અન્ય લોકોને ઘણી તકલીફો પડી રહી હોવાથી એ સરળ બનાવવામાં આવે. જૂના નિયમોને કારણે સમાજના લોકો અનેક ધક્કા ખાવા છતાં કામ થતું નથી. ઉપરાંત ભણતર, નોકરી વગેરેમાં સરકાર તરફથી મળતી સુવિધાથી વઢિયારા ચમાર સમાજના લોકો વંચિત રહે છે. જાતિ પ્રમાણપત્ર અંગેનો જે નિયમ 10 ઓગસ્ટ, 1950માં બન્યો છે એ રદ કરવામાં આવે અને જાતિ પ્રમાણપત્ર તથા ડોમિસાઇલ સર્ટિફિકેટની પ્રક્રિયા આસાન બનાવવામાં આવે.
webdunia
              આ અવસરે વઢિયારા સમાજના ઉપાધ્યક્ષ રામજીભાઈ નાનજી પરમાર, સેક્રેટરી નાથુભાઈ કરસન ડોડિયા, સહ સચિવ આલજીભાઈ પીઠ મારુ, નથુભાઈ સવજી સીંગલ, જેશિંગભાઈ ભાવજી કતપરા, પાલજીભાઈ સવજી કતપરા, પીઠાભાઈ લાખા સોલંકી, સવજીભાઈ ભંજા ચાવડા, વિશ્રામભાઈ અમરા મેરિયા, દેવજીભાઈ નથુ ચાવડા સહિત સમાજના પચાસેકથી વધુ લોકોએ તેમના સમાજની સમસ્યા અંગેની જાણકારી મંત્રીશ્રીને આપી હતી.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક ટ્વીટ પર ભડક્યા કેજરીવાલ, જર્નાલિસ્ટને બતાવ્યો મોદીનો દલાલ