Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમીત શાહ બાદ સીએમ પદની રેસમાંથી વિજય રૂપાણી કેમ ખસી ગયા?

અમીત શાહ બાદ સીએમ પદની રેસમાંથી વિજય રૂપાણી કેમ ખસી ગયા?
, બુધવાર, 3 ઑગસ્ટ 2016 (23:24 IST)
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેને જ્યારે સોશિયલ મીડિયા પર રાજીનામું આપ્યું ત્યારે સીએમ પદની રેસમાં અમિત શાહ અને વિજય રૂપાણીનું નામ અવ્વલ ગણાતું હતું અને સટ્ટા બજારમાં પણ વિજય રૂપાણીનો ભાવ હાઈ હતો. ત્યારે હવે તેઓ આ સીએમ પદની રેસમાંથી ખસી ગયા હોય તેવું તેમના નિવેદન પરથી લાગી રહ્યું છે. જ્યારે આજે સાંજે આનંદીબેન રાજીનામું આપવા રાજ્યપાલ સમક્ષ પહોંચ્યા ત્યારે વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે પક્ષે તેમણે ઘણી મોટી જવાબારી સોંપી છે અને હજુ તેમણે ઘણું કરવાનું બાકી છે કહી તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારીમાંથી ખસી ગયા છે. વિજય રૂપાણીએ પત્રકારો સમક્ષ જણાવ્યું કે,'હું સંગઠનનો માણસ છું અને પક્ષે મને ઘણી મોટી જવાબદારી સોંપી છે. મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું બાકી છે.' તેમણે વધુમાં જણાવ્યું કે,'હું છેલ્લા છ મહિનામાં ગુજરાતભરમાં ફર્યો અને ઘણું સમજ્યો છું મારે હજુ પક્ષ માટે ઘણું કરવાનું છે. અને હું મારા કામથી સંતુષ્ઠ છું.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિત્રકલા-છબિકલા-શિલ્‍પકલા ક્ષેત્રે પ્રદાન કરનાર કલાકારોના ગૌરવ પુરસ્‍કાર જાહેર- પ૧ હજાર રોકડા અને તામ્રપત્રથી સન્‍માનિત કરાશે