જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્તમાનમાં મેષ, સિંહ, અને કુંભ રાશિવાળા શનિનો અઢિયો(ઢૈયા) અને તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિવાળા જાતકો પર શનિની સાઢેસાતી ચાલી રહી છે. આવામાં શનિ અને નવગ્રહની કૃપા પ્રાપ્તિ માટે રામ નવમીનો દિવસ સર્વોત્તમ છે. આ દિવસે રામદરબારનુ પૂજન કરવાથી શનિની ઢૈયા અને સાઢેસાતીની સાથે સાથે નવગ્રહ પીડાથી પણ મુક્તિ મળી શકે છે.
વિવિધ રાશિના જાતઓ માટે પાઠ અને ઉપાય
- મેષ રાશિ : શ્રીરામ રક્ષા સ્ત્રોતન પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર બેસનનો શીરો ચઢાવો
- વૃષભ રાશિ : શ્રીરામ સ્તુતિ પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર ભૂરા ફુલ ચઢાવો
- મિથુન રાશિ :ઈન્દ્રકૃત રામસ્ત્રોતનું પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર કાજળ ચઢાવો
-કર્ક રાશિ : શ્રીરામાષ્ટકનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પીત ચંદન ચઢાવો.
- સિંહ રાશિ : શ્રીસીતા રામાષ્ટકમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર સિંદુર ચઢાવો
-કન્યા રાશિ : શ્રીરામ મંગલાશાસનમનુ પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર અત્તર ચઢાવો
- તુલા રાશિ : શ્રીરામ પ્રેમાષ્ટકમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર તુલસી પત્ર ચઢાવો
-વૃશ્ચિક રાશિ : શ્રીરામ ચંદ્રાષ્ટકમનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પેંડા ચઢાવો
- ધનુ રાશિ : જટાયુકૃત શ્રી રામસ્ત્રોતનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર મઘ ચઢાવો
- મકર રાશિ : આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર પાન ચઢાવો
- કુંભ રાશિ : સુંદરકાંડનો પાઠ કરો અને રામદરબારના ચિત્ર પર મુલતાની માટી ચઢાવો
-મીન રાશિ : અયોધ્યાકાંડનો પાઠ કરો ને રામદરબારના ચિત્ર પર લાલ ચંદન ચઢાવો.