Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Raksha Bandhan 2023: રક્ષા બંધન પર બહેનો આપે છે ભાઈઓને મરવાનો શ્રાપ, જાણો ક્યા હોય છે આ વિચિત્ર રિવાજ

Raksha Bandhan 2023: રક્ષા બંધન પર બહેનો આપે છે ભાઈઓને મરવાનો શ્રાપ, જાણો ક્યા હોય છે આ વિચિત્ર રિવાજ
, મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (13:54 IST)
Raksha Bandhan 2023: ભાઈ-બહેનના સંબંધોની અનેક મિસાલ આપવામાં આવે છે. આ સંબ&ધનો સૌથી મોટો તહેવાર રક્ષા બંધન છે. જેમા બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. સાથે જ ભાઈ પણ બહેનના રક્ષાનુ વચન આપે છે. આ તહેવારને આખા દેશમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે.  અનેક સ્થાન પર તેને જુદુ નામ પણ આપવામાં આવ્યુ છે. જો કે રક્ષાબંધનનો તહેવારને લઈને એક સ્થાને ભાઈને શ્રાપ આપવાનો પણ રિવાજ છે.જેમા બહેનો પોતાના ભાઈને મરવાનો શ્રાપ આપે છે. 
 
રક્ષાબંધન પર શ્રાપ આપવાનો રિવાજ
રક્ષાબંધન પર ભાઈને શ્રાપ આપવાનો આ રિવાજ છત્તીસગઢમાં છે. અહીં જશપુરમાં એક સમુદાય આવા રિવાજને અનુસરે છે. આ રિવાજ મુજબ, પહેલા બહેનો તેમના ભાઈને મૃત્યુનો શ્રાપ આપે છે, અને પછી તેનું પ્રાયશ્ચિત પણ કરે છે. આ માટે બહેનો પોતાની જીભ પર એક કાંટો ખુંચાવે છે, જે શ્રાપ આપ્યા પછી પ્રાયશ્ચિત તરીકે કરવામાં આવે છે. આ રક્ષાબંધન ઉપરાંત ભાઈ દુજ પર પણ કરવામાં આવે છે. 
 
શ્રાપ આપવા પાછળ શુ છે માન્યતા ?
હવે બળેવના પવિત્ર તહેવાર પર આ પ્રકારના વિચિત્ર રિવાજનુ કારણ પણ જાણી લઈએ. ઉલ્લેખનીય છે કે આ શ્રાપ પણ ભાઈની રક્ષા માટે જ આપવામાં આવે છે.  માન્યતા છે કે યમરાજથી ભાઈને બચાવવા માટે આવુ કરવામાં આવે છે. અહી તેને લઈને કેટલીક કથા પણ સંભળાવવામા આવે છે. જેમા બતાવાય છે કે યમરાજ એક વખત એક એવા વ્યક્તિને લેવ આવ્યો જેની બહેને તેને ક્યારેય શ્રાપ નથી આપ્યો. ત્યારબાદ બહેનોએ પોતાના ભાઈઓની રક્ષા માટે આ માન્યતા માનવી શરૂ કરી દીધી. ત્યારથી આ સમાજના લોકો રક્ષાબંધનના તહેવાર પર ભાઈને શ્રાપ આપવાની આ માન્યતાનુ પાલન કરે છે.  
 
રક્ષાબંધનના તહેવારને લઈને ઘણી અલગ-અલગ અને વિચિત્ર માન્યતાઓ છે. જેનું આજ સુધી પાલન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પણ આવી ઘણી વાર્તાઓ કહેવામાં આવે છે, જેમાં ભાઈઓએ બહેનની રાખડી માટે ઘણા બલિદાન આપ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha bandhan 2023: રક્ષાબંધન ક્યારે છે 30 કે 31 ઓગસ્ટ ? જાણી લો રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત અને ભાઈ-બહેનની ખુશીના 5 અચૂક ઉપાય