Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા સમાજ નિશાના પર, મોહરમની રેલીમાં બ્લાસ્ટ, 3 ના મોત, 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં ફરી એકવાર શિયા સમાજ નિશાના પર, મોહરમની રેલીમાં બ્લાસ્ટ, 3 ના મોત, 50થી વધુ ઘાયલ
, ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (17:45 IST)
પાકિસ્તાનમાં ફરી એક વખત શિયા સમાજને નિશાન બનાવવામાં આવ્યો છે. ગુરુવારે મધ્ય પાકિસ્તાનમાં શિયા સમુહની ધાર્મિક રેલી દરમિયાન બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને 50 થી વધુ ઘાયલ થયા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ તરફ દોડતા જોઈ શકાય છે. ઘાયલ હાલતમાં લોકોને રસ્તા પર મદદ માટે બોલાવતા જોઈ શકાય છે. સુન્ની બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ભૂતકાળમાં પણ લઘુમતી શિયા સમુદાય પર હુમલાઓ થતા રહ્યા છે. 
 
આ વિસ્ફોટ પૂર્વ પંજાબ ક્ષેત્રના બહાવલનગરમાં થયો હતો. પોલીસ અધિકારી મોહમ્મદ અસદ અને શિયા નેતા ખાવર શાફકાતે બોમ્બ ધડાકાની ચોખવટ કરી હતી. સાક્ષીઓનું કહેવું છે કે શહેરમાં ભારે તણાવ છે. શિયા સમુદાયના લોકો આ હુમલા સામે વધુ કાર્યવાહીની માંગ કરી વિરોધ કરી રહ્યા છે.
 
શાફકાતે કહ્યું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે રેલી ખૂબ જ સાંકડી મુહાજીર કોલોનીમાંથી પસાર થઈ રહી હતી.  હુમલાની નિંદા કરતા તેમણે કહ્યું કે સરકારે આવી રેલીઓ માટે સુરક્ષા વધારવી જોઈએ, જે દેશના અન્ય ભાગોમાં પણ કાઢવામાં આવે છે.
 
આ દરમિયાન અધિકારીઓએ અશૌરા ઉત્સવના એક દિવસ પહેલા દેશભરમાં મોબાઇલ ફોન સેવા સ્થગિત કરી દીધી છે. મોહરમ પ્રસંગે, શિયા મુસ્લિમો પયગંબર સાહેબના પૌત્ર ઇમામ હુસૈનના મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. 7 મી સદીમાં હાલના ઇરાકના કરબલાના યુદ્ધમાં તેમની કુરબાનીનુ દુ:ખ મનાવતા  શિયા મુસ્લિમો માતમ મનાવે છે.  દુનિયાભરના શિયા સમુદાયના લોકો ખુદને કષ્ટ આપીને પોતાનું દુ:ખ વ્યક્ત કરે છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતીકાલથી શરૂ થશે ભાવનગર થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત