Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈનુ મહાલક્ષ્મી મંદિર

મુંબઈનુ મહાલક્ષ્મી મંદિર

ભીકા શર્મા

W.D
મુંબઈના સૌથી પ્રાચીન ધર્મસ્થળોમાંથી એક છે. અહીંનુ મહાલક્ષ્મી મંદિર. સમુદ્રના કિનારે બી દેસાઈ માર્ગ પર આવેલ આ મંદિર અત્યંત સુંદર, આકર્ષક અને લાખો લોકોની આસ્થાનુ એક મુખ્ય કેન્દ્ર છે.

માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. મહાલક્ષ્મીની પૂજા ઘર અને વ્યવસાયમાં સુખ અને સમૃધ્ધિ લાવવા માટે કરવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય દરવાજા પર સુંદર નક્કાશી કરવામાં આવી છે. મંદિરના ચોકમાં વિવિધ દેવી દેવતાઓની આકર્ષક મૂર્તિઓ સ્થાપિત છે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

મંદિરનો ઈતિહાસ અત્યંત રોચક છે અંગ્રેજોએ જ્યારે મહાલક્ષ્મી વિસ્તારને વર્લી ક્ષેત્ર સાથે જોડવા માટે બ્રીચ કેંડી માર્ગને બનાવવાની યોજના બનાવી ત્યારે સમુદ્રના તોફાની લહેરોને જોતા આખી યોજના પાણીમં ફેરવાતી લાગી. તે સમયે દેવી લક્ષ્મીએ એક ઠેકેદારને રામજી શિવાજીના સ્વપ્નમાં પ્રગટ થઈ અને તેમણે સમુદ્ર તળિયેથી ત્રણ મૂર્તિઓ કાઢીને મંદિરમાં સ્થાપવાનો આદેશ આપ્યો. રામજીએ આવુ જ કર્યુ અને બ્રીચ કૈડીના માર્ગનુ નિર્માણ સફળતાપૂર્વક સંપન્ન થયુ.

webdunia
W.D
મંદિરના ગર્ભગૃહમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતી ત્રણે દેવીઓની મૂર્તિઓ એક સાથે વિદ્યમાન છે. ત્રણે મૂર્તિઓને સોના અને મોતીઓના આભૂષણોથી સુસજ્જિત કરવામાં આવી છે. અહી આવનારા દરેક ભક્તને આ પાકો વિશ્વાસ હોય છે કે માતા તેમની દરેક ઈચ્છા પૂરી કરશે.

કેવી રીતે જશો - મુંબઈ ભારતની વ્યવસાયિક રાજધાની છે અને દેશના દરેક ભાગ સાથે રેલ, રોડ અને હવાઈ માર્ગથી સારી રીતે જોડાયેલી છે.

Share this Story:

Follow Webdunia gujarati