Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હાર્દિકના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસ સામે અરજી

હાર્દિકના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો, પોલીસ સામે અરજી
, બુધવાર, 29 ઑગસ્ટ 2018 (17:32 IST)
હાર્દિક પટેલના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.પાટીદારોને અનામતની માંગ સાથે હાર્દિકે શરુ કરેલા આમણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે ત્યારે પોલીસે તેના ઘરની બહાર મુકેલા પહેરા સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી પર હાઈકોર્ટ વહેલી તકે સુનાવણી કરે તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે હાર્દિકને નજરકેદ કરી લીધો છે.હાર્દિકના ઘરમાં જીવન જરુરિયાતની વસ્તુઓ પણ પોલીસ પહોંચવા દઈ રહી નથી.પોલીસે હાર્દિકના ઘરને જાણે કિલ્લામાં ફેરવી દીધુ છે. સીસીટીવીથી સતત વોચ રાખવામાં આવી રહી છે.પોલીસ કોઈને હાર્દિકના ઘરે જાવ દેતી નથી. એટલે સુધી કે હાર્દિકના સમર્થકોને જીવ જંતુઓ કરડ્યા ત્યારે પોલીસે તેમને સારવાર માટે જવા દેવાની જગ્યાએ 108 એમ્બ્યુલન્સને બોલાવીને સારવાર કરાવડાવી હતી. દરમિયાન પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આજે હાર્દિકની મુલાકાત લીધી હતી.સંજીવ ભટ્ટે કહ્યુ હતુ કે કાયદાનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. હાર્દિક પટેલ પ્રજાનો અવાજ લોકો સુધી પહોંચાડી રહ્યો છે ત્યારે 144મી કલકમ લગાવવી યોગ્ય નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલના સમર્થકોને જીવજંતુઓએ દંશ દેતાં 108માં સારવાર લેવી પડી