Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપા મને આતંકવાદી બતાવીને મારુ એનકાઉંટર ન કરાવી દે - હાર્દિક પટેલ

ભાજપા મને આતંકવાદી બતાવીને મારુ એનકાઉંટર ન કરાવી દે - હાર્દિક પટેલ
ઉદયપુર. , બુધવાર, 27 જુલાઈ 2016 (12:59 IST)
ગુજરાત પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે આશંકા વ્યક્ત કરી છે કે રાજસ્થાનની ભાજપા સરકાર તેમનુ ફરજી એનકાઉંટર કરી તેમને મારી શકે છે. હાર્દિક પટેલે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આશંકા વ્યક્ત કરી છે કે રાજસ્થાનની ભાજપા સરકાર એનકાઉંટર કરાવીને મારી શકે છે. હાર્દિક પટેલે સ્પષ્ટ કર્યુ કે જે પ્રકારની કડકાઈભર્યુ વલણ પોલીસ તેમના ઘરની બહાર બતાવી રહી છે એવી તો અંગ્રેજોના જમાનામાં પણ જોવા નહોતી મળી અને તેમને આશંકા છેકે ભાજપા ક્યાક તેમને આતંકવાદી બતાવીને બનાવટી એનકાઉંટર ન કરાવી દે. 
 
કોર્ટનો આદેશ છે કે તે ગુજરાતમાં નથી રહી શકતા. બાકિ આખા દેશમાં ક્યાય પણ જઈ શકે છે. કાયદો વ્યવસ્થા ન બગડે એ માટે અમે અહિંસાથી કામ કરી રહ્યા છીએ. પટેલે આરોપ લગાવ્યો કે ખબર નહી રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિના કોના ઈશારે કામ કરી રહ્યા છે. તેઓ પોતાનુ આંદોલન કોર્ટના આદેશોનુ પાલન કરતા ચાલુ રાખશે.  રાજસ્થાનમાં પણ ટીએસપી આંદોલન, ગુર્જર આંદોલન અને રાજપૂત સમાજ દ્વારા અનામતની માંગ કરવામાં આવી રહી છે અને જરૂર પડતા તેઓ તેમના સમર્થનમાં ઉભા રહેલા જોવા મળશે. 

તેમણે કહ્યુ કે તે કોર્ટના આદેશનુ પાલન કરતા આંદોલનને આગળ વધારી રહ્યા છે.  અમે એવુ કામ નહી કરીએ જેનાથી કાયદો વ્યવસ્થા બગડે. ઉદયપુરની પોલીસે પ્રતાપનગર વિસ્તારમાં નજરકેદ કરી રાખ્યો છે. પ્રતાપનગર પોલીસ હાર્દિક પટેલને પોતાના ઘરની બહાર પણ નીકળવા દેતી નથી. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ ઘરની બહાર 6 મહિના માટે પોલીસની અસ્થાઈ ચોકી બનાવી છે અને આવનારા દરેક વ્યક્તિની ફોટોગ્રાફી કરી તેમના નામ અને નંબર નોંધવામાં આવી રહ્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશન, બિહારમાં સૌથી ગંદા - સર્વે