ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બેટીંગ ટેકનીકમાં રાહુલ દ્રવિડ કરતાં પણ વધુ અસરકારક છે. આ સાંભળી આશ્વર્ય થઇ શકે એમ છે પરંતુ આ હકીકત છે.
બેટીંગ ટેકનિક ઉપર પરફેક્ટ સિક્સ નામનું પુસ્તક લખનાર સત્યવીર ગોયલનો દાવો છે કે, ધુંઆધાર બેટીંગની સાથે સાથે ધોની ટેકનીકમાં પણ સક્ષમ છે. ગોયલનું કહેવું છે કે, બેટીંગની ટેકનિક ઉપર તેમણે છ માપદંડોને આધારે પુસ્તક લખ્યું છે.
તેમના અનુસાર કોઇ પણ બેટ્સમેને છ માપદંડ, બેટ બોલનો સંપર્ક, પગનું હલનચલન, બેટનો ફ્લો, બેટની મૂવમેન્ટ, શરીરની મુવમેન્ટ તથા બેક લિફ્ટ એમ છ માપદંડ મુખ્ય છે. તેમણે કહ્યું કે, આ છ માપદંડ પર જોવા જઇએ તો ધોનીની ટેકનીક દ્વવિડ જ નહીં સચિન તેદુંલકર કરતાં પણ સારી છે.