Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઇટીસી નર્મદા આ વર્ષે નવરાત્રીમાં અડાજલ પેવેલિયનમાં મધરાતે ખેલૈયાઓને પિરશસે વિશેષ બુફે

special midnight buffet
, મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (09:43 IST)
તહેવારોની મોસમ આવતાંની સાથે જ સૌ કોઇનો મિજાજ અને માહોલ ઉત્સાહી થઈ જાય છે!કોઇપણ તહેવાર સ્થાનિક, સ્વાદિષ્ટ ભોજન અને સીઝનલ વ્યંજનો વગર અધૂરાં હોય છે. સ્થાનિક સ્વાદને અનુરૂપ આઇટીસી હોટલ્સની અમદાવાદમાં આવેલી આઇટીસી નર્મદા તેના મધરાતના બુફેના રુચિકર વ્યંજનો પીરસવા માટે સજ્જ થઈ ગઈ છે, જેને આ હોટલમાં સમગ્ર દિવસ દરમિયાન 24X7 સક્રિય અડાલજ પેવેલિયન ખાતે પીરસવામાં આવશે. તહેવારો માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલું મિડનાઇટ બુફે 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થશે અને 4 ઑક્ટોબર, 2022 સુધી ચાલશે.
 
સ્થાનિક, પ્રાદેશિક સ્વાદની તલપને ધ્યાનમાં રાખીને આઇટીસી નર્મદાના પાકકળાના નિષ્ણાતો દ્વારા મધરાતે પીરસવામાં આવનારા ભોજનનું મેનૂ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને જોશભેર ગરબા રમ્યાં બાદ ખેલૈયાઓની ક્ષુધાને અને કંઇક ગળ્યું ખાવાની ઇચ્છાને સંતોષી શકાય. આ વિસ્તૃત મલ્ટિકુઝિન વ્યંજનોમાં કિચન્સ ઑફ ઇન્ડિયા (કેઓઆઈ)ના છત્ર હેઠળ આઇટીસીના શ્રેષ્ઠ સિગ્નેચર ઑફરિંગ્સમાંથી કાળજીપૂર્વક ચૂંટવામાં આવેલા ફૂલ-કૉર્સ ડિનરને પરિપૂર્ણ બનાવવા સ્થાનિક સ્વાદ અને સ્વાદિષ્ટ મિષ્ઠાનોની સાથે મેઇન કૉર્સ ભોજનને સંપૂર્ણ બનાવવા ઉપરાંત અનેકવિધ પ્રકારના નાસ્તા અને ક્વિક બાઇટ્સની સાથે તાજગી બક્ષનારા ઠંડાપીણાની વ્યાપક રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને ખેલૈયાઓને ઠંડક આપી શકાય.
 
આઇટીસી નર્મદાના જનરલ મેનેજર કીનાન મેકીન્ઝીએ જણાવ્યું હતું કે, ‘ઉત્તમ ભોજન અને પીણાં એ આઇટીસી નર્મદાની ફિલસૂફીનું અભિન્ન અંગ છે અને જે પણ ગ્રાહકો અમારે ત્યાંથી સંતૃપ્ત થઇને જાય છે, તેઓ અમારા ભૂલી ન શકાય તેવા આતિથ્યસત્કારને હંમેશા યાદ રાખશે તે નક્કી છે. નવરાત્રી એ ગુજરાતમાં અત્યંત લોકપ્રિય તહેવાર છે પરંતુ જ્યાં સુધી મધરાતે મનપસંદ નાસ્તા અને મનપસંદ ભોજનની જયાફત ઉડાડવા ન મળે ત્યાં સુધી બધી જ મજા ફિકી રહી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આઇટીસી નર્મદા ખાતે અમે અમારા મહેમાનોની વિવિધ જરૂરિયાતો અને સ્વાદિષ્ટ વ્યંજનોની તીવ્ર ઇચ્છાઓને સંતોષવા માટે મલ્ટિકુઝિન મેનૂ તૈયાર કર્યું છે.’
 
આ મેનૂમાં ટોમ ખા નામના એક થાઈ સૂપનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના પછી ગુજરાતીઓની સૌથી મનપસંદ અને સુપાચ્ય ખીચડી પીરસવામાં આવશે, પરંતુ આ ખીચડીમાં થોડો ટ્વિસ્ટ હશે. અમારા મેનૂમાં બાજરા-ડુંગળીની ખીચડી અને મકાઈ ભાતની મસાલા ખીચડી છે. મહેમાનો કેસરિયા લસ્સી, બેલ્જિયન ડાર્ક ચોકલેટ મિલ્કશેક, મસાલા છાસ, બી નેચુરલ જ્યુસ અને માડાગાસ્કર વેનિલા કોલ્ડ કૉફી સહિતના પીણા અને કૂલર્સની વ્યાપક રેન્જમાંથી પસંદગી કરી શકશે.
 
ધમાકેદાર ગરબાના તાલે ઝૂમ્યાં બાદ મહેમાનોની મસાલેદાર-ચટાકેદાર નાસ્તા ખાવાની તીવ્ર ઇચ્છાને સંતોષવા માટે આઇટીસી નર્મદાના શેફ્સ લાઇવ કાઉન્ટર પર તૈનાત રહેશે અને તાજા તૈયાર કરવામાં આવેલા મસાલા ભાજી બની ચૉને મિનિ પાંવની સાથે પીરસશે - આઇટીસી નર્મદાએ ક્લાસિક પાંવભાજીને આપેલા ટ્વિસ્ટને વિવિધ ટૉપિંગ્સ અને લેમનના ક્લાસિક સ્પ્રિટ્ઝ અને માખણથી તરબતર કરીને પીરસવામાં આવે છે!
 
લોકોના કાયમ માટે મનપસંદ રહેલા એક્ઝોટિક વેજીટેબલ્સ ધરાવતી મેક્રોની અને ચીઝની સાથે ચિલી બીન સૉસમાં એશિયન વેજીટેબલ્સ અને સિચુઆન સ્ટાઇલની હક્કા નૂડલ્સ પણ આ મિજબાનીનો હિસ્સો હશે.
 
આ સિવાય, મધરાતના આ ક્લાસિક બુફેમાં વિવિધ પ્રકારની કરી તો હશે જ, જેને ખાસ કરીને એવા મહેમાનોને પીરસવામાં આવશે, જેઓ હંમેશા ઘર જેવો સ્વાદ માણવા માંગતા હોય છે. અમારી વિવિધ કરી અને શાકભાજીના વ્યંજનોમાં મિલોની સબ્ઝ કા મેલા (પાલકની ગ્રેવીમાં એક્ઝોટિક વેજીટેબલ્સ), પનીર કુંદન કાલિયા (પનીરના નરમ ટુકડાંને હળદર અને જીરાંની મસાલેદાર દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે), રાજમા (લાલ રાજમાને ડુંગળી અને ટામેટા, તજ અને દળેલી જાવંતરીના મસાલામાં તૈયાર કરવામાં આવે છે) તથા આલૂ રસધાર (ચોરસ ટુકડાંમાં કાપેલા બટાકાને ગળી, મસાલેદાર અને તીખી ગ્રેવીમાં બનાવવામાં આવે છે)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
 
વધુમાં માંસાહાર આધારિત વ્યંજનોની જરૂરિયાત પૂરી કરવા માટે અમારા વિવિધ વ્યંજનોમાં દમ કા મુર્ગ (ચીકનના નરમ ટુકડાંને દમ પર બનાવવામાં આવે છે અને સુગંધિત મસાલાઓમાં ધીમી આંચે રાંધવામાં આવે છે) અને ગોશ્ત પરદા બિરયાની (સુગંધિત ભાતને મટનની સાથે રાંધવામાં આવે છે)નો સમાવેશ કરવામાં આવ્યો છે. વળી, વિવિધ કરીને અનુરૂપ ભારતીય બ્રેડ, પાપડ, અથાણાં, ચટણી, બાફેલા ભાત અને સબ્ઝ પનીર પુલાવને તો અચૂકપણે મેનૂમાં સમાવવામાં આવશે જ.
 
સ્વાદના રસીયાઓ તેમનું મસાલેદાર, તીખું અને લહેજતદાર ભોજન વિવિધ પ્રકારના મિષ્ઠાનની સાથે પૂરું કરી શકે તે માટે તેમને ધી પિંક બ્લિસ (રોઝ-રેસબેરી મૂઝ) અથવા ફ્રેશ ફ્રૂટ શાર્લેટ (વચ્ચે તાજા ફળ અને શાર્લેટની સાથે વેનિલા મસ્કરપોન મૂઝ), ક્લાસિક ટ્રિપલ ચોકલેટ ટાર્ટ અને ભારતની પરંપરાગત અને સૌની મનપસંદ મીઠાઈ ગુલાબ જાંબુ તથા ફ્રોઝન ક્રીમના વિકલ્પોમાંથી પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે અને એટલું જ નહીં, તેઓ તેમનો મનગમતો ‘સન્ડે’ (ફળમિશ્રિત આઇસક્રીમ) પણ બનાવી શકશે.
 
ગ્રાહકો વ્યક્તિ દીઠ ફક્ત રૂ. 1000 (કરવેરા અલગ)ની વિશેષ કિંમતે આ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી ભવ્ય મિજબાનીને માણી શકે છે. તેને વિશેષ રીતે તૈયાર કરવા પાછળનો ઉદ્દેશ્ય આઇટીસીના આતિથ્યસત્કારના વચનને અનુરૂપ રહી મહેમાનો અને નવરાત્રીના ઉત્સાહીઓને ભોજનનો અદભૂત અનુભવ પૂરો પાડવાનો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ - 2022 ખુલ્લો મૂક્યો