Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવરાત્રીમાં કેમ નથી ખાતા અન્ન ?

નવરાત્રીમાં કેમ નથી ખાતા અન્ન ?
, શનિવાર, 22 સપ્ટેમ્બર 2018 (11:20 IST)
નવરાત્રિ પર દેવી પૂજન અને નવ દિવસના વ્રતનુ ખૂબ મહત્વ છે. મા દુર્ગાના નવ રૂપોની આરાધનાનુ પાવન પર્વ ચાલી રહ્યુ છે. આ નવ દિવસોમાં વ્રત રાખનારાઓના કેટલાક નિયમ હોય છે. તેની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે નવ દિવસ સુધી અન્ન ન ખાવુ અને આ સાથે જ લસણ-ડુંગળી, દારૂ અને નોનવેઝથી પણ દૂર રહેવુ બતાવાયુ છે. 
 
નવરાત્રીમાં ફક્ત ફળાહાર કેમ ? 
 
નવરાત્રીના દિવસે નવ દિવસ વ્રત કરનારા લોકો હોય કે પછી ફક્ત બે દિવસનુ વ્રત કરનારા.. આ વ્રતમાં ફક્ત ફળાહારનુ સેવન કરવુ અનિવાર્ય બતાવ્યુ છે. વ્રત રાખનારા લોકો ફળ, જ્યુસ, દૂધ અને માવાની બનેલી મીઠાઈ ખાય છે. આ દરમિયાન સેંધા લૂણનુ સેવન પણ કરી શકાય છે.  શિંગોડાનો લોટ અને સાબૂદાણાથી બનેલી વસ્તુઓને પણ ખાવી લોકો પસંદ કરે છે.  
 
નવરાત્રી સાથે જોડાયેલ ધાર્મિક માન્યતાઓ.. 
 
ધાર્મિક માન્યતાઓનુ માનીએ તો વ્રત કરવાથી શરીર શુદ્ધ અને મન સાફ થાય છે. આ જ કારણે માણસ ભગવાનની સાધના શાંતિથી કરી શકે છે. આવુ કરવાથી તેની ઈચ્છાશક્તિ પણ પ્રબળ થાય છે. 
 
વ્રત પર શુ કહે છે વિજ્ઞાન 
 
ધાર્મિક જ નહી વ્રત-ઉપવાસના મહત્વને સાયંસે પણ માન્યુ છે. વર્ષમાં બે વાર આવનારી નવરાત્રી દરમિયાન ઋતુ બદલાય રહી હોય છે અને બદલતી ઋતુમાં શરીરને રોગમુક્ત રાખવા માટે નવ દિવસના વ્રત લાભકારી હોય છે. 
 
શુ કહે છે આયુર્વેદ  ? 
 
પ્રાચીન સમયમાં તપસ્વી અને મુનિ કઠોર તપ કરતા હતા અને આ દરમિયાન તેઓ ફક્ત ફળ-ફૂલ અને પેય પદાર્થોનુ સેવન કરતા હતા.  આ કારણે તેમનુ શરીર ઝેરીલા તત્વોથી દૂર રહેતુ હતુ.  આયુર્વેદ મુજબ જ્યારે ઋતુ બદલાય છે તો માંસાહાર, લસણ, ડુંગળી વગેરેના સેવનથી દૂર રહેવુ જોઈએ. નવરાત્રીના દરમિયાન શરીરની રોગ-પ્રતિરોધક ક્ષમતા ખૂબ ઓછી થાય છે તેથી હળવુ ભોજન આરોગ્ય માટે સારુ હોય છે. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શનિવારે રાશિ મુજબ કરશો આ ઉપાય તો મળશે સુરક્ષાનું વરદાન