આજકાલ આધુનિકતાના કારણે અલગ અલગ પ્રકારનાં વસ્ત્રો યુવક-યુવતીઓ પહેરે છે તેથી તેમાં ચોક્કસ દિવસે ચોક્ક્સ રંગો પહેરવાની પરંપરા લુપ્ત થઈ ગઈ છે. મા શક્તિનાં વસ્ત્રો જે રંગનાં હોય તે જ રંગનાં વસ્ત્રો પહેરવાથી પુણ્ય તો મળે જ છે પણ સાથે સાથે એક માહોલ પણ સર્જાય છે.
નવરાત્રીના નવ દિવસ ના રંગ
શારદીય નવરાત્રી ની તારીખો નવરાત્રી ના રંગ નવરાત્રી ના દિવસ
3 ઓક્ટોબર 2024, ગુરુવાર નવરાત્રી દિવસ 1 લાલ
4 ઓક્ટોબર 2024, શુક્રવાર નવરાત્રી દિવસ 2 આસમાની
5 ઓક્ટોબર 2024, શનિવાર નવરાત્રી દિવસ 3 પીળો
6 ઓક્ટોબર 2024, સોમવાર નવરાત્રી દિવસ 4 લીલો
7 ઓક્ટોબર 2024, મંગળવાર નવરાત્રી દિવસ 5 રાખોડી
8 ઓક્ટોબર 2024, બુધવાર નવરાત્રી દિવસ 6 કેસરી
9 ઓક્ટોબર 2024, ગુરુવારે નવરાત્રીનો દિવસ 7 સફેદ
10 ઓક્ટોબર 2024, શુક્રવાર નવરાત્રીનો દિવસ 8 ગુલાબી
11 ઓક્ટોબર 2024, શનિવાર નવરાત્રી દિવસ 9 જાંબુડી
લાલ : નવરાત્રિની શરૂઆત થાય તે દિવસે માટીનો કુંભ મૂકવામાં આવે છે અને તેને ઘટસ્થાપ્ના કહેવામાં આવે છે. આ દિવસે જે પૂજા કરાય છે તેને પ્રથમી પૂજા કહેવામાં આવે છે. આ દિવસે મા શક્તિને લાલ કલરનાં વસ્ત્રો પહેરાવાય છે. લાલ રંગ હિન્દુ સંસ્કૃતિમાં શુભ માનવામાં આવે છે તેથી પહેલા દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.
આસમાની : નવરાત્રિનો બીજો દિવસ આકાશના આસમાની જેવા રંગનાં વસ્ત્રો માં શક્તિને પહેરાવાય છે. માં શક્તિનો વ્યાપ આકાશની જેમ અનંત સુધી છે તે દર્શાવવા આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. શક્તિની સ્થાપ્ના પછી તરત જ તેની અનંતતાનો અહેસાસ કરાવવા માટે આ દિવસે આસમાની રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.
પીળા : નવરાત્રિનો ત્રીજો દિવસને સૌભાગ્ય તૃતીયા પણ કહે છે. સૌભાગ્ય સાથે પીળા રંગનો સંબંધ છે તેથી આ દિવસે મા શક્તિને પીળા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસને સૌભાગ્યવતીઓ માટે ખાસ દિવસ ગણવામાં આવે છે.
લીલો - ચોથો દિવસે મા શક્તિની આરાધનાથી આયુષ્ય વધે છે તેવી માન્યતા છે. આ દિવસે પણ મા શક્તિને લીલા રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. લીલો રંગ હરિયાળીનો સંકેત આપે છે. હરિયાળી એટલે સમૃદ્ધિ અને સુખ. જીવનમાં સુખ અને સમૃદ્ધિનો અહેસાસ સતત થાય એટલા માટે આ રંગને સતત સાથે રાખવો જરૂરી છે.
રાખોડી : નવરાત્રિનો પાંચમો મહાપંચમી તરીકે ઉજવાય છે હિન્દુ સંસ્કૃતિ શુદ્ધીકરણ માટે યજ્ઞ કરવાની પરંપરા ધરાવે છે. આ યજ્ઞ કરવાથી બધાં પાપો બળીને નાશ પામે છે અને જે રાખ રહી જાય આ દિવસે રાખોડી કલરનાં વસ્ત્રો મા શક્તિને પહેરાવાય છે
કેસરી : નવરાત્રિનો છઠ્ઠો દિવસ શુદ્ધ ષષ્ઠી તરીકે ઉજવાય છે આ દિવસે મા શક્તિને કેસરી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. હિન્દુ સંસ્કૃતિમાં કેસરી રંગનું બહુ મહત્ત્વ છે આ રંગ અધ્યાત્મનો રંગ છે અને ત્રણ રાત્રિના ઉપવાસ દ્વારા અધ્યાત્મનો રંગ ચડાવવાની શરૂઆત થાય છે તેથી એ દિવસે કેસરી રંગ પહેરવાનો મહિમા છે.
સફેદ : નવરાત્રિનો સાતમો દિવસ મહાસપ્તમી કહેવાય છે તે દિવસે મા શક્તિને સફેદ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.
ગુલાબી : નવરાત્રિના આઠમાં દિવસે મા શક્તિને ગુલાબી રંગનાં વસ્ત્રો પહેરાવાય છે. અષ્ટમીના દિવસે મા સરસ્વતીની પૂજા કરાય છે. સરસ્વતી જ્ઞાનની દેવી છે અને અધ્યાત્મા સાથે જ્ઞાન આવે છે તેથી આ રંગનાં વસ્ત્રો પહેરાવાય છે.
વાદળી : આ દિવસે . સુહાસિની પૂજાના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધ્યાત્મ અને જ્ઞાન બાદ સહજ બની જવાય છે તેથી આ દિવસે વાદળી રંગ પહેરાવામાં આવે છે.