Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ સૌને સસ્તો મળશે સરકારી લોટ, દિવાળી પહેલા લોકો માટે સરકાર લાવી Bharat Atta

bharat atta
, મંગળવાર, 7 નવેમ્બર 2023 (13:45 IST)
Bharat Aata : મોદી સરકારે દિવાળી પહેલા સામાન્ય જનતાને મોંઘવારીથી રાહત આપવા માટે બજારમાં ઘઉંનો સસ્તો લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. બજારમાં હાલ ઘઉનો બ્રાંડેડ લોટ 35 થી 45 રૂપિયા કિલો મળી રહ્યો છે. લોટના ભાવને જોતા સરકારે તેને 27.5 રૂપિયે કિલો વેચવાનો નિર્ણય લીધો છે. ભારત લોટના નામથી આ એક નવી બ્રાંડ પણ લોંચ કરવામાં આવી છે.  જેને નેફેડના સેંટર પરથી જ ખરીદી શકાશે. 
 
આ લોટ 10 અને 30 કિલોના પેકેટમાં મળી રહેશે તમે પણ બજારમાં નક્કી દુકાનોમાંથી તેને સહેલાઈથી ખરીદી શકો છો. દરેક વ્યક્તિને નિશ્ચિત માત્રામાં જ સસ્તો લોટ મળશે. આ માટે વિક્રેતા તમારુ નામ અને મોબાઈલ નંબર નોંધી શકે છે. 
 
ક્યાથી ખરીદવુ ભારત લોટ - ભારત લોટ સહકારી સમિતિઓ નેફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારના માધ્યમથી દેશભરમાં 800 મોબાઈલ વેન અને 2000થી વધુ દુકાનોના માધ્યમથી વેચવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે દિલ્હીના કર્તવ્ય પથ પરથી લોટથી ભરેલી 100 મોબાઈલ વેનને ગ્રીન સિગ્નલ આપ્યુ. આ ગાડીઓ દિલ્હી એનસીઆરમાં રાહત દર પર ભારત લોટનુ વેચાણ કરશે. પછી તેને છુટક દુકાનોમાં પણ વેચવામાં આવશે. 
 
ઘઉનો બીજો સૌથી મોટો ઉત્પાદક - સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના આંકડા મુજબ દુનિયાના લગભગ 80 દેશોમાં ઘઉની ખેતી થાય છે. ચીન પછી ભારત ઘઉની દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન કરે છે. અહી લગભગ 1.18 બિલિયન ઘઉનુ ઉત્પાદન થાય છે. સરકારે ઘરેલુ બજારોમાં તેની વધતી કિમંતો ને રોકવા માટે પહેલાજ બંને અનાજોની નિકાસ પર રોક લગાવી દીધી છે. આવામાં સરકારની સસ્તા લોટવાળી યોજનાથી ખેડૂતોની સાથે જ સામાન્ય લોકોને પણ ફાયદો થશે. 
 
સરકારે કેમ આપી રાહત - દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને લઈને વિપક્ષ સતત સરકાર પર નિશાન લગાવી રહ્યુ છે. ક્યારેક ટામેટા તો ક્યારે ડુંગળી, ક્યારે ક દાળ તો ક્યારેક લોટ સરકાર માટે પરેશાનીનુ કારણ બનતા જઈ રહ્યા છે. આ વસ્તુઓના વધતા ભાવને કારણે રિઝર્વ બેંકને પણ મોંઘવારી દરને નિયંત્રિત કરવામાં પરેશાની થાય છે. 
 
ડુંગળી અને દાળ પણ સસ્તા - આ પહેલા સરકાર  Bharat Brand ના નામથી સસ્તી દાળ પણ વેચી રહી છે. લોકો 60 રૂપિયે પ્રતિ કિલોગ્રામના ભાવે ચણાની દાળ, 25 રૂપિયા કિલોગ્રામના ભાવે ડુંગળી ખરીદી શકે છે. સરકરે આ જ રીતે ટામેટા પણ સસ્તા ભાવે વેચ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ સરકારની મફત રાશન યોજનાને આગામી 5 વર્ષ માટે વધારવાનો નિર્ણય્હ કર્યો હતો. જેનાથી 80 કરોસ્ડ લોકોને ફાયદો થવાની વાત પણ કરી હતી. આ યોજનાને કોરોનાકાળમાં શરૂ કરવામાં આવી હતી 
 
Edited by - Kalyani Deshmukh  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે દિવાળી જેલમાં જ કાઢવી પડશે