Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરકાશી ટનલ ઓપરેશન - જાણો કોણ છે એ વ્યક્તિ જેણે બચાવ અભિયાનમાં મહત્વનો ભાગ ભજવ્યો

Arnold Dix
ઉત્તરકાશી. , મંગળવાર, 28 નવેમ્બર 2023 (16:30 IST)
Arnold Dix
 ઘણા દિવસોની રાહ, સખત મહેનત, ધૈર્ય, વૈજ્ઞાનિક પ્રયાસો અને ભગવાનની કૃપા પછી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ટનલમાં 41 મજૂરો છેલ્લા 17 દિવસથી ફસાયેલા હતા.  આ 17 દિવસો દરમિયાન એ ભય બન્યો રહ્યો કે કોઈ અનહોની ન થઈ જાય અને શ્રમિકોએ ક્યાક જીવ ગુમાવી દીધો તો. તેમને સુરક્ષિત બહાર કાઢવાના દરેક શક્ય પ્રયત્ન કરવામાં આવ્યા અને છેવટે 17 દિવસ પછી તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 
 
આ બચાવ અભિયાનમાં દુનિયાભરના માહિતગારો અને તકનીકની મદદ લેવામાં આવી. વિદેશોના વિશેષજ્ઞો અને મશીનો મંગાવવામાં આવી.   NDRF, SDRF, સ્થાનિક પોલીસ, ગ્રામીણો અને સેનાના જવાનોની કડક મહેનતે આ મજૂરોનો જીવ બચાવો.  જો એવુ કહેવામાં આવે કે મજૂરોને નવજીવન મળ્યુ છે એમ કહેવું અતિશયોક્તિ નહીં ગણાય.
 
20 નવેમ્બરના રોજ દુર્ઘટન સ્થળ પર આવી ગયા હતા ડિક્સ 
આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ છે જેણે આ સંપૂર્ણ અભિયાનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. આ છે ઈંટરનેશનલ ટનલિંગ એંડ અંડર ગ્રાઉંડ સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ અર્નોલ્ડ ડિક્સ. તેમણે આ અભિયાનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. તેઓ 20 નવેમ્બરના રોજ સુરંગ સ્થળ પર પહોચ્યા હતા. તેમણે છેલ્લા 17 દિવસમાં હંમેશા બધાને પોઝિટીવ રહેવાની સલાહ આપી. ડિક્સ દિવસ-રાત સુરંગ સ્થળ પર મજુરોના સંપર્કમાં રહ્યા હતા.  તેમણે ન દિવસ  જોયો ન રાત, તેઓ દરેક સમયે આ અભિયાનને સફળ બનાવવામાં લાગ્યા રહ્યા. 
 
ઓસ્ટ્રેલિયાના રહેનારા છે ડિક્સ 
પ્રોફેસર અર્નોલ્ડ ડિક્સ ઓસ્ટ્રેલિયાના રહેનારા છે અને તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાત છે. તેતેઓ માત્ર ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપતા નથી પરંતુ ભૂગર્ભ ટનલિંગના વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે. ડિક્સ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્વેસ્ટિગેટર્સમાં બૅરિસ્ટર પણ છે.
 
ત્રણ દસકાના તેમના કરિયરમાં એંજિનિયરિંગ, ભૂવિજ્ઞાન, કાયદા અને રિસ્ક મેનેજમેંટ મામલાનો એક અનોખુ મિશ્રણ જોવા મળ્યુ છે. તેઓ બધા મહાદ્વીપો માટે કામ કરે છે.  આ સાથે જ ડિક્સ અંડરગ્રાઉંડ વર્ક્સ ચૈબર્સ, વિક્ટોરિયન બાર, બ્ર્રિટિશ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંવેસ્ટિગેટર્સના સભ્ય છે અને ટોક્યો સિટી યૂનિવર્સિટીમાં એંજિનિયરિંગ(ટનલ)મા વિઝિટિંગ પ્રોફેસર પણ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Uttarkashi Tunnel Rescue Live- Video 41 મજૂરો થોડા સમયમાં બહાર આવી શકે છે