Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP Election: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર ફાયરિંગ મામલે એકની ધરપકડ, પોલીસે હથિયાર પણ કર્યા જપ્ત

UP Election: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર ફાયરિંગ મામલે એકની ધરપકડ, પોલીસે હથિયાર પણ કર્યા જપ્ત
, ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (19:55 IST)
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022)ના વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની ગાડી પર ફાયરિંગના કેસમાં પોલીસે નિવેદન આપ્યું છે. હાપુડના SP (SP Hapur) એ જણાવ્યું કે એક વ્યક્તિ ઝડપાઈ ગયો છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું છે. તેનો સાથી ભાગવામાં સફળ રહ્યો હતો, તેની શોધ ચાલુ છે. એસપી દીપક ભુકરે (SP Deepak Bhakur) કહ્યું કે જ્યારે વધુ તથ્ય સામે આવશે ત્યારે અમે તમને અપડેટ કરીશું. અત્યાર સુધી કોઈને ઈજા થઈ નથી. અમે સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ.  

 
આ હુમલા બાદ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીમાં કહ્યું કે હું ચૂંટણી પંચ.(Election Commission)ને આ ગોળીબારની ઘટનાના સ્વતંત્ર તપાસનો આદેશ આપવાનો અનુરોધ કરુ છુ. સ્વતંત્ર તપાસ કરાવવાની જવાબદારી યુપી સરકાર અને મોદી સરકારની છે. હું આ મામલે લોકસભાના અધ્યક્ષને પણ મળીશ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી યુપીમાં ભાગીદારી પરિવર્તન મોરચા સાથે મળીને ચૂંટણી લડી રહી છે. પોતાની પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે ઓવૈસી પોતે મેદાનમાં ઉતર્યા છે.



 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એક જ પરિવારની ચાર પુત્રીઓના દમણના દરિયામાં ડૂબી જવાથી મોત