Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP માં અમિત શાહની Game, SP પર નજર અને BSP પર નિશાન ?

UP માં અમિત શાહની Game, SP પર નજર અને BSP પર નિશાન ?
, મંગળવાર, 7 જૂન 2016 (11:07 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે ભલે કહ્યુ છે કે ઉત્તર પ્રદેશના આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમનો મુકાબલો સમાજવાદી પાર્ટી સાથે થશે પણ ભગવા દળ આ જંગમાં બીએસપીને પણ હળવેથી નથી લઈ રહ્યુ.  બીજેપી દલિત સમુહ સાથે જોડાયેલ વ્યક્તિઓ સાથે ખુદને જોડવાનો પ્રયત્ન કરી રહી છે. સાથે જ તેઓ અનુસૂચિત જાતિના વોટરોને બીએસપી પાસેથી ખેચવા માટે બૌદ્ધ ભિક્ષુઓની મદદ લઈ રહ્યા છે. 
 
રાજ્યમાં માયાવતીની જમીન મજબૂત થતી બતાવાય રહી છે. પણ બીજેપી પોતાના આ કોશિશોથી તેમને પડકાર આપવાની તૈયારીમાં છે. વર્ષ 2002માં રાજનાથ સિંહની આગેવાનીમાં યૂપીમાં બીજેપીની છેલ્લી સરકાર હતી.  એ સમયે બીજેપી સત્તામાંથી બહાર થયા પચેહે યૂપીમાં એસપી અને બીએસપી જ ચૂંટણીના મુખ્ય કેન્દ્ર રહ્યા છે. જેને જોતા અખિલેશ યાદવ સરકાર વિરુદ્ધ કોઈ પણ સત્તા વિરોધી પરિણામનો સ્વભાવિક ફાયદો બીએસપીને મળશે એવુ માનવુ જોઈએ. જો કે બીજેપીને આશા છેકે બ્રાહ્મણો, જૈન સમુહ અને અન્ય પછાત વર્ગોમાં પ્રવેશીને દલિત વોટરોનો એક ભાગ જોડીને તે બીએસપીનુ સ્થાન લઈ લેશે. 
 
પૂર્વ રાજ્યસભા સાંસદ અને ઓલ ઈંડિયા ભિક્ષુ સંઘના મુખ્ય 75 વર્ષીય ડો ધમ્મ વિરિયોના નેતૃત્વમાં લગભગ 75 બૌદ્ધ ભિક્ષુઓવાળી ધમ્મ ચેતન યાત્રાને 24 એપ્રિલના રોજ સારનાથથી રવાના કરી હતી. જેણે 5 જૂનના રોજ પ્રથમ ચરણ પુર્ણ કર્યુ.  બીજેપી સૂત્રો મુજબ વારાણસી અને ગોરખપુરની આસપાસ પૂર્વી ઉત્તરપ્રદેશના 19 જીલ્લાને તેમા કવર કરવામાં આવ્યુ. એવુ કહેવાય છે કે આ યાત્રા અને તેની અસર પર બીજેપી મુખ્યાલય સાથે પ્રધાનમંત્રી કાર્યાલય પરથી પણ નજર રાખવામાં આવી રહી છે. 
 
જો કે જાટવ વોટર હંમેશા માયાવતીની સાથે રહ્યા છે અન તેને જોતા બીજેપીની આશા દલિત સમુહના બીજા વોટરો પર ટકી છે. જાટવ સહિત દલિતોની યૂપીના વોટરોમાં લગભગ 23 ટકા ભાગ છે. આ યાત્રાનુ બીજુ ચરણ 14 ઓગસ્ટના રોજ પુર્ણ કરવામાં આવશે   જેમા વેસ્ટર્ન યૂપીને કવર કરવામાં આવશે.  ત્રીજા ચરણમાં બુંદેલખંડ અને લખનૌને કવર કરવામાં આવશે.  જે 14 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે.  આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદી એક મોટી રેલીને સંબોધિત કરવાના છે.  આ જ દિવસે 1956માં ડો. આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હિલેરી રાષ્ટ્રપતિ પદના ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી મેળવવાની નિકટ