સમાજવાદી પાર્ટીમાંથી બહાર કાઢ્યા પછી મુખ્યમંત્રી અખિલેશ યાદવ શનિવારે સવારે જ્યા પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરવાના છે તો બીજી બાજુ પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે પાર્ટી તરફથી જાહેર ઉમેદવારોની બેઠક બોલાવી છે. શુક્રવારે મોડી રાત સુધી આ વાતની અટકળો લાગતી રહી કે મુખ્યમંત્રી પ્રેસ કોંફ્રેંસ કરીને કોઈ મોટી જાહેરાત કરવાના છે પણ નવ વાગ્યા સુધી એ સ્પષ્ટ થઈ ગયુ કે હાલ તેઓ શનિવારે સવાર સુધીની રાહ જોશે.
આ દરમિયાન અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવને પાર્ટીમાંથી કાઢવાની જાહેરાત સાથે જ અખિલેશ યાદવ અને મુલાયમ સિંહના ઘરની બહાર અખિલેશ સમર્થકોનો મેળઓ લાગી ગયો. સમર્થકોએ મુલાયમ સિંહ યાદવ વિરુદ્ધ પણ નારેબાજી કરી અને તેમના પોસ્ટરો ફાડી નાખ્યા.
સમર્થકો રડતા-ગાતા પણ જોવા મળ્યા અને કેટલાકે તો આત્મવિલોપન કરવાનો પ્રયત્ન પણ કર્યો. જેને જોતા સમગ્ર વિસ્તારમાં ભારે સુરક્ષા બળ ગોઠવી દેવામાં આવ્યુ છે. સમર્થકોનો જમાવડો મોડી રાત સુધી લાગી રહ્યો. જોકે અખિલેશ યાદવે સ્પષ્ટ રૂપે કહ્યુ છે કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવા નથી જઈ રહ્યા પણ તેમણે રાજ્યપાલને મળવાનો સમય પણ માંગ્યો છે. તેથી નિષ્ણાતોનુ કહેવુ છે કે કદાચ તેઓ પહેલા ધારાસભ્યોનુ સમર્થન અંગે અંદાજ લગાવવા માંગે છે.
આ અગાઉ શુક્રવારે મોડી સાંજે રામગોપાલ યાદવ અને અખિલેશ યાદવને પ્રથમ ચરણમાં કારણ બતાવો નોટિસ આપવામાં આવી અને થોડી વાર પછી જ મુલાયમ સિંહ યાદવે પ્રેસ કૉંફ્રેંસ કરીને બંનેને પાર્ટીમાંથી છ વર્ષ માટે બહાર કરવાની જાહેરાત કરી.
આ કાર્યવાહી ગુરૂવારે અખિલેશ યાદવ તરફથી જાહેર ઉમેદવારોની લિસ્ટને કારણે કરવામાં આવી. પાર્ટીએ તેને અનુશાસનહિનતા કહી છે.