Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કેવી રીતે પાકિસ્તાન અને ચાઈનાને ધૂળ ચટાવશે લડાકૂ વિમાન તેજસ

જાણો કેવી રીતે પાકિસ્તાન અને ચાઈનાને  ધૂળ ચટાવશે લડાકૂ વિમાન તેજસ
, ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (13:03 IST)
સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરીને રક્ષામંત્રી રાજનાથ સિંહે ઈતિહાસ રચી દીધો. પહેલીવાર દેશના કોઈ રક્ષામંત્રીએ તેજસમાં ઉડાન ભરી છે. વાયુસેનાની તાકતને અનેકગણી વધારનારા તેજસને 3 વર્ષ પહેલા જ ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યુ છે. તેજસને બનાવવામાં દેશના વૈજ્ઞાનિકોને 36 વર્ષ લાગી ગયા.  પણ ત્યારબાદ તેજસ ભારતીય વાયુસેનાના લડાકૂ વિમાનની લાઈનમાં સૌથી આગળ છે. 
 
સ્વદેશી અને હલકા લડાકૂ વિમાન તેજસ અનેક સુવિદ્યાથી લૈસ છે. આ જંગ મેદાનમાં હાહાકાર મચાવવાની ક્ષમતા રાખે છે.  એકદમ યોગ્ય સ્થાન પર બોમ્બ ફેંકવા અને દુશ્મનના મિસાઈલનો સામનો કરવામાં તે હોશિયાર છે. તેજસ લાઈટ કૉમ્બૈટ એયરક્રાફ્ટ (એલસીએ)ની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના વિમાનોને જોરદાર ટક્કર આપી રહ્યુ છે. 
webdunia
પાકિસ્તાનન એફ 17ને ધૂળ ચટાડનારુ તેજસ 
 
આ પાકિતાન્ના જેએફ 17 થંડરના નિકટનુ લડાકૂ એયરક્રાફ્ટ છે. જો કે આ એફ 17થી અનેકઘણુ શક્તિશાળી અને વધુ મારક ક્ષમતાઓથી લેસ છે.  તેજસ એક વારમાં લગભગ 23 હજાર કિલોમીટરની દૂરી નક્કી કર છે. પાકિસ્તાનના જેએફ 17ની ક્ષમતા પણ લગભગ એટલી જ છે. પણ તેજસની ખાસિયત એ છે કે તેમા હવામાં પણ ઈંધણ ભરી શકાય છે.  જ્યારે કે પાકિસ્તાનના જેએફ 17માં આ સુવિદ્યા નથી. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યુ કે તેજસ પાકિસ્તાનના જેએફ 17થે અનેકગણુ આગળ છે. 
 
પાકિતાનના જેએફ 17ને ચીનની મદદથી બનાવ્યુ છે. જ્યારે કે તેજસ સ્વદેશી તકનીક પર બન્યુ છે.  તેના કેટલાક પાર્ટ્સ ફક્ત વિદેશોમાંથી મંગાવ્યા છે. તેનુ એંજિન અમેરિકા અને રાડાર ઈઝરાયલથી મંગાવ્યુ છે. 
 
તેજસનુ નિર્માણ એવી ઘાતુથી  બનેલુ છે જે ક્યાક વધુ હળવો અને મારક છે. તેજસ પોતાના લક્ષ્ય પર સટીક નિશાન લગાવે છે. આ હવાથી હવામાં માર કરવામાં સક્ષમ છે. તેજસ મિગ 21 ની સાથે સુખોઈ 30 એકેઆઈ જેવા મોટા લડાકૂ વિમાન માટે પણ સહાયક રહેશે. 
 
તેજસને ડીઆરડીઓના એયરોનોટિકલ ડેવલોપમેંટ એજંસીએ ડિઝાઈન કર્યુ છે. તેજસને લઈને સૌથી પહેલા 1983માં પ્લાન બન્યો હતો. જો કે 10 વર્ષ પછી 1993માં તેના પ્રોજેક્ટને મંજૂરી મળી. તેને હિન્દુસાત્ન એયરોનોટિકલ લિમિટેડ(એચએએલ)એ બનાવ્યુ છે. 
 
અચૂક મારક ક્ષમતા ધરાવે છે આ લડાકૂ વિમાન 
 
તેજસ અચૂક નિશાન લગાવવામાં નિપુણ છે.  હલકુ હોવાથી તેની ખૂબીયો વધી જાય છે. તેજસ કાર્બન ફાઈબરથી બન્યુ છે. તેને કારણે તેનુ વજન ખૂબ ઓછુ છે. તેજસ જો ક્કોઈ અન્ય ધાતુથી બનેલુ હોત તો તેનુ વજન વધુ હોત. હલકુ હોવા છતા તે બીજા લડાકૂ વિમાનથી વધુ શક્તિશાળી છે. 
 
તેજસનુ કુલ વજન 6560 કિલોગ્રામ છે. આ 50 હજાર ફીટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. તેજસના પંખ 8.2 મીટર પહોળુ છે. આ કુલ 13.2 મીટર લાંબુ અને 4.4 મીટર ઊંચુ છે. આ 1350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ઉડાન ભરી શકે છે.  તેજસ ઓછા સ્થાન પરથી પણ ઉડાન ભરી શકે છે. 
 
તેજસ ઓછા સ્થાન પર ઉડાન અને લૈડિંગ કરી શકે છે 
 
તેજસની ખાસિયત છે કે આ ઓછા સ્થાન પરથી પણ ઉડાન ભરી શકે છે. તેજસે અરેસ્ટેડ લૈડિંગ ટેસ્ટ પાસ કરી છે. આ ટેસ્ટને પાસ કરનારુ લડાકૂ વિમાન યુદ્ધપોત પર પણ ઉતરી શકે છે. અરેસ્ટ લૈડિંગમાં એક તાર કે અનેકવાર પૈરાશૂટનો ઉપયોગ કરી લડાકૂ વિમાનને રોકવામાં આવે છે.  તેમા યુદ્ધપોત કે હવાઈ પટ્ટી સાથે જોડાયેલ એક તાર એયરક્રાફ્ટ સાથે જોડાય જાય છે.  આ તારને કારણે એયરક્રાફ્ટની સ્પીડ ઓછી થઈ જાય છે અને વિમાન ઓછા અંતર પર અને ઓછા સમયમાં લૈંડ કરી જાય છે.  અનેકવાર તારના સ્થાન પર પૈરાશૂટૂનો ઉપયોગ થાય છે. પૈરાશૂટ દ્વારા વિમાનની સ્પીડ ઓછી કરવામાં આવે છે. 
 
પોતાના સફળ પરીક્ષણથી લઈને વાયુસેનામાં સામેલ હોવા સુધી તેજસે અઢી હજાર કલાકથી પણ વધુની ઉડાન ભરી છે. આ અત્યાર સુધીની લગભગ 3 હજારથી વધુ ઉડાન ભરી ચુક્યુ છે. તેનો ટેસ્ટ પરીક્ષણ કરનારા બધા પાયલોટે તેની ક્ષમતા પર સંતુષ્ટિ રજુ કરી છે. તેજસને ભવિષ્યમાં અપગ્રેડ પણ કરી શકાય છે. દેખરેખના હિસાબથી તેજસ ખૂબ સસ્તુ અને ઉપયોગી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાયડ બેઠક પરની પેટા ચૂંટણી માટે ધવલસિંહનું નામ લગભગ નક્કી: પ્રદિપસિંહ જાડેજા