સમગ્ર દેશમા જ્યારે 1લી જુલાઇ થી જી.એસ.ટીનો અમલ થયો છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોને પણ હવેથી જી.એસ.ટીની અસર જોવા મળે છે. અત્યારે સુધી સોમનાથ આવતા યાત્રિકોને ભાડા ઉપરાંત કોઇ કરવેરા ન હતા. પરંતુ જી.એસ.ટીનો અમલ થતા ટ્રસ્ટના ગેસ્ટ હાઉસમાં-અતિથીગૃહોમા નીચે મુજબના ભાડા ઉપરાંત વેરા સહિતની વસુલાત ચાલુ થઇ ચુકી છે. જે મોટે ભાગે A C રૂમમાં જ લાગું પડશે આ ઉપરાંત ટ્રસ્ટના ભોજનલાય અને રેસ્ટોરન્ટ 12ટકા એટલે કે 35ના 40, 65ના 75 અને સાગર દર્શનમા બિલ ઉપર 12 ટકા લેખે થશે. પાકીંગમાં વાહન પાર્કના મોટાવાહનો રૂ.30, નાના વાહનો રૂ.20 થશે. લાઇટ એન્ડ સાઉન્ડ શો રૂ.25 છે તેમજ નાના બાળકો સ્કુલ માટે રુપિયા 15 છે તેમા જી.એસ.ટી કર લાગવાપાત્ર હોવા છતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવિણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ કરની રકમ ટીકીટનો કોઇ વધારો કર્યા વગર સોમનાથ ટ્રસ્ટ જ યાત્રિકો અને પ્રવાસીઓ માટે ટ્રસ્ટ જ ભોગવશે તેમ જણાવ્યુ હતું.