Publish Date: Thu, 24 Mar 2022 (12:31 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (12:33 IST)
ત્યાગ વલ્લભ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, મંદિરના સંતો બેસી નવા ગાદીપતિ વિશે નિર્ણય લઈશું. અત્યારે કોઈનું પણ નામ ગાદીપતિ માટે ચર્ચામાં નથી. હું એક નાનો સેવક છું, સંતોની બેઠકમાં નવા ગાદીપતિનું નામ નક્કી થશે.
વડોદરા એટલે કે ભગતજી પ્રદેશની સલાહકાર સમિતીમાં 9 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ભગતજી પ્રદેશની સલાહકાર સમીતીમાં ચંદ્રકાંત સી પટેલ (પ્રમુખ), નિલેશભાઈ પટેલ (ઉપ પ્રમુખ), દિનશા પટેલ (ઉપ પ્રમુખ), ધીરૂભાઈ રાયઠઠ્ઠા (સેક્રેટરી), નવનીતભાઈ પટેલ (જોઈન્ટ સેક્રેટરી), મણિલાલ વાછાણી (ટ્રેઝરર), સમીરભાઈ ઠક્કર (સંયોજક), રવિ પંડ્યા (સભ્ય) અને શ્રેયસભાઈ પટેલ (કારેલીબાગ) સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.