Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહારના ટેરર મૉડ્યૂલનુ SIMI કનેક્શન... યુવકોનુ બ્રેનવૉશ કરી દેતા હતા, ટ્રેનિંગમાં ટારગેટ પર હતા મોદી

બિહારના ટેરર મૉડ્યૂલનુ SIMI કનેક્શન... યુવકોનુ બ્રેનવૉશ કરી દેતા હતા, ટ્રેનિંગમાં ટારગેટ પર હતા મોદી
પટના. , ગુરુવાર, 14 જુલાઈ 2022 (17:25 IST)
બિહારની રાજધાની પટનાથી તાજેતરમાં સૌથી મોટા  સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA)ની ટીમે પટના ફુલવારી શરીફ વિસ્તારમાં છાપો માર્યો છે. રેડની આગેવાની સીનિયર એસપી કરી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે પેટ્રોલ લાઈન વિસ્તારથી એક વધુ શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.  આ પહેલા બુધવારે  IBના એલર્ટ પછી છાપો મારીને આતંકી ગતિવિધિઓમાં જોડાયેલા 2 શંકાસ્પદને પકડવામાં આવ્યા હતા. 
 
આ પહેલા બુધવારે IBના એલર્ટ પછી છાપા મારીને આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા 2 શકમંદો ઝડપાયા હતા. તેમની ઓળખ મોહમ્મદ જલાલુદ્દીન અને અતહર પરવેઝ તરીકે થઈ છે. તેમના સંબંધો પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમના પર આતંકવાદી તાલીમ આપવાનો આરોપ છે.
 
પટનાના ફુલવારી શરીફ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 3 શકમંદોને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા બદલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગુરુવારે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બુધવારે બે શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, IBએ પોતાના ઇનપુટમાં 12 સભ્યોની દક્ષિણ ભારતીય ટીમ ફુલવારી શરીફ પહોંચવાની ગુપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ NIA સતર્ક થઈ ગયુ. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર તેમના ઈરાદા ખૂબ જ ખતરનાક હતા. શંકાસ્પદ આતંકવાદીઓએ આ વખતે ફુલવારી શરીફને નિશાન બનાવ્યું હતું. તેમનું કાવતરું ફુલવારી શરીફમાં રમખાણો ફેલાવવાનું હતું, પરંતુ જાગ્રત ગુપ્તચર એજન્સીને તેમની યોજના વિશે પહેલેથી જ ખબર પડી ગઈ હતી. શકમંદોનું કાવતરું સમયસર ડીકોડ કરવામાં આવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video- ઓમાન સમુદ્ર કાંઠે ભારતીય મૂળ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં તણાઈ ગયા