Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

મસુરી ખાતે ભારે હિમપ્રપાતને કારણે ગોઝારીયાના પ્રવાસી અટવાયા

shimla masuri  news
, સોમવાર, 6 જાન્યુઆરી 2020 (11:56 IST)
છેલ્લા કેટલાય દિવસોથી ઉતર ભારતમાં થી રહેલી હિમવર્ષા એ ઉત્તર ભારતને ઘમરોળીને મુક્યું છે. કેટલાય વિસ્તારોમાં બરફની ચાદરમાં લપેટાઈ ગયા છે.  જેના કારણે સંપુર્ણ વાહન વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. અને ઠંડીની મઝા માનવા આવેલા લોકો મુશ્કેલીમાં મૂકી ગયા છે. રોડ રસ્તા પરત બરફ છવાઈ જવાને કારણે બહારથી ફરવા આવેલા લોકો પણ ફસાઈ ગયા છે. જેમાં ગુજરાતના મહેસાણા જીલ્લાના ગોઝારીયા ખાતેથી મસુરી ફરવા ગયેલા પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે. રાજ્યના મહેસાણા જિલ્લાના ગોઝારિયાના 75 પ્રવાસીઓ હિમવર્ષના કારણે રસ્તો બ્લોક થઈ જતાં અટવાઈ ગયા છે. મહેસાણાના ગોઝારિયાથી આ પ્રવાસીઓ 2 બસ ભરી અને ઉત્તર ભારત ફરવા માટે ગયા હતા. આ પ્રવાસીઓ નાનકડાં ગામમાં ફસાયા છે. બસ હવે આગળ કે પાછળ જી શકે તેવી સ્થીતીતમાં નથી બધા જ્રાસ્તા બ્લોક થઇ ગયા છે. આ પ્રવાસીઓ બહાર નીકળવા માટે મદદ માંગી રહ્યા છે. રાજ્યના પ્રવાસીઓને કેવી રીતે બહાર કાઢવામાં આવશે તેની પરિવારજનોને ચિંતા સતાવી રહી છે. બરફના કારણે માર્ગ ક્યારે ખૂલશે તે પણ ખબર નથી આથી તેમને ઍરલિફ્ટ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, ઉત્તરાખંડ પ્રવાસન વિભાગ તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની મદદ આપવામાં આવી નથી.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ડિસેમ્બર મહિનામાં અમદાવાદ તથા રાજકોટ સિવિલમાં 219 બાળકોના મોત