Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમોસા માટે CID - CM સાહેબના સમોસા કેવી રીતે ખાઈ ગયો સ્ટાફ

samosa cid
, શુક્રવાર, 8 નવેમ્બર 2024 (15:24 IST)
samosa cid
હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્ખુ સરકાર એક પછી એક વિવાદોથી ઘેરાતુ જઈ રહ્યુ છે. નવો વિવાદ સમોસા સાથે જોડાયેલો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી માટે લાવેલ સમોસા અને કેક તેમને બદલે તેમના સુરક્ષા કર્મચારીઓને આપી દેવામાં આવ્યા.  જેનાથી વિવાદ થઈ ગયો અને સીઆઈડી તપાસ કરાવી નાખી.  જેમા તેને સરકાર વિરોધી કૃત્ય બતાવાયુ. આ મામલો 21 ઓક્ટોબરનો છે. જેમા તેને સરકાર વિરોધી કૃત્યુ બતાવ્યુ. આ મામલો 21 ઓક્ટોબરનો છે. બીજી બાજુ સમોસા વિવાદ પર જ્યારે આજે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુને સવાલ પુછવામાં આવ્યો તો તેમણે પ્રશ્નનો જવાબ આપવાને બદલે ધન્યવાદ કહીને પ્રશ્ન ટાળી દીધો. 
 
 વિકાસની ચિંતાને બદલે સમોસાની ચિંતા 
બીજેપીએ સમોસા વિવાદ પર સરકારને ઘેરવી શરૂ કરી દીધી છે અને સુકખુ સરકાર વિકાસની ચિંતાને બદલે સમોસાની ચિંતા કરવાની વાત કહી છે. બીજેપી ધારાસભ્ય અને મીડિયા વિભાગના પ્રભારી રણ ધીર શર્માએ કહ્યુ કે હિમાચલ પ્રદેશની જનતા પરેશાન છે અને હાસ્યાસ્પદ વાત છે કે સરકારને મુખ્યમંત્રીના સમોસાની ચિંતા છે. એવુ લાગે છે કે સરકારને કોઈપણ વિકાસ કાર્યોની ચિંતા નથી.  ફક્ત ખાનપાનની ચિંતા છે.  તેમણે કહ્યુ કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ લાવેલ સમોસા સાથે જોડાયેલ એક તાજી ઘટનાએ વિવાદને જન્મ આપ્યો છે. સમોસા ભૂલથી મુખ્યમંત્રીને બદલે તેમની સુરક્ષા કર્મચારીઓ પાસે પહોચી ગયા.  જેની સીઆઈડી તપાસ કરાવવામાં આવી. તપાસમાં આ ભૂલને સરકાર વિરોધી કૃત્ય કરાર આપવામાં આવ્યો. સરકાર વિરોધી કૃત્ય પોતે જ એક મોટો શબ્દ છે. 
 
શુ છે આખો વિવાદ 
વિવાદ એ સમયે શરૂ થયો જ્યારે સીઆઈડી મુખ્યાલયમાં 21 ઓક્ટોબરે એક સમારંભમાં ભાગ લેવા ગયેલા મુખ્યમંત્રી ને પીરસવા માટે લક્કડ બજાર ખાતે આવેલી હોટલ રેડિસન બ્લ્યુમાંથી સમોસા અને કેક ના ત્રણ ડબ્બા આવ્યા હતા. જો કે પોલીસ  ઉપાધીક્ષક સ્તરના અધિકારી દ્વારા કરવામા આવેલ રિપોર્ટ મુજબ ખાવાની વસ્તુઓ સમન્વય ની કમીને કારણે મુખ્યમંત્રીના સુરક્ષા કર્મચારીઓને પીરસવામાં આવી હતી. 
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મહાનિરીક્ષક રેંકના એક અધિકારી પોલીસના એક ઉપ નિરીક્ષકને મુખ્યમંત્રીના રૂપમાં પ્રવાસ માટે હોટલમાંથી કેટલીક ખાવા પીવાની વસ્તુઓ લાવવાનુ કહ્યુ હતુ. એસઆઈએ બદલામાં એક સહાયક ઉપ નિરીક્ષક અને એક હેડ કૉસ્ટેબલને ખાવા પીવાની વસ્તુઓ લાવવાનો આદેશ આપ્યો. આ પછી ASI અને હેડ કોન્સ્ટેબલ હોટલ રેડિસન પહોંચ્યા અને ત્યાંથી 3 સીલબંધ બોક્સમાં નાસ્તો લાવ્યા. CID હેડક્વાર્ટર પરત ફર્યા બાદ આ માહિતી SIને આપવામાં આવી હતી.
 
SIએ ઈન્સ્પેક્ટરને સામાન આપ્યો, ઉચ્ચ અધિકારીઓને પૂછ્યા વગર વહેંચી દીધો
હોટલમાંથી નાસ્તો લીધા પછી SIએ તે લેડી ઈન્સ્પેક્ટરને આપ્યો. મહિલા નિરીક્ષકે આ નાસ્તો મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT)ને મોકલ્યો. મહિલા નિરીક્ષકે આ અંગે કોઈ ઉચ્ચ અધિકારીને જાણ કરી ન હતી. CMના આગમન બાદ SIની હાજરીમાં તમામ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન આ નાસ્તો ઘણા લોકોના હાથમાં ગયો, પરંતુ કોઈએ તેને મુખ્યમંત્રી માટે લાવવા પર ધ્યાન આપ્યું નહીં.
 
તપાસ અહેવાલમાં જણાવાયું છે કે માત્ર એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને હોટલમાંથી નાસ્તો લાવવાનું કામ સોંપેલ એસઆઈને જ ખબર હતી કે ત્રણ બોક્સ સુખુ માટે હતા.
 
મહિલા નિરીક્ષક, જેમને ખાદ્યપદાર્થો સોંપવામાં આવ્યા હતા, તેમણે કોઈપણ વરિષ્ઠ અધિકારીની સલાહ લીધા વિના, નાસ્તો મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં મોકલ્યો, જે નાસ્તો સંબંધિત કાર્ય સંભાળે છે. આ પ્રક્રિયામાં, નાસ્તાના ત્રણ બોક્સે ઘણા લોકો સાથે હાથની આપ-લે કરી.
 
રસપ્રદ વાત એ છેકે સીઆઈડી વિભાગે એક ઉચ્ચ પદસ્થ અધિકારીએ પોતાની ટિપ્પણીમાં લખ્યુ છે કે તપાસ રિપોર્ટમાં ઉલ્લેખિત બધી વ્યક્તિઓએ સીઆઈડી અને સરકાર વિરોધી રીતે કામ કર્યુ છે. જેને કારણે આ વસ્તુઓ અતિવિશિષ્ટ લોકોને આપવામાં આવી શકી નહી. ટિપ્પણીમાં કહેવામાં આવ્યુ કે તેમણે પોતાના એજંડા મુજબ કામ કર્યુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપીમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાં માપી શકશે નહીં! તમામ જિલ્લાઓને આદેશો મોકલવામાં આવ્યા છે