Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ

રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ
, શુક્રવાર, 29 માર્ચ 2024 (15:45 IST)
-રાજુ પાલના હત્યારાઓને આજીવન કેદ
-બસપા ધારાસભ્ય રાજુ પાલ
-રાજકીય અદાવતના કારણે આ હત્યા
 
Raju Pal Murder: બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં સાત લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે. લખનઉની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.કોર્ટે છ લોકોને આજીવન કેદ અને એકને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.
 
રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ
તમને જણાવી દઈએ કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતીક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલની હત્યા કેસમાં નામ હતું. તમને જણાવી દઈએ કે જે સાત આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે તેમના નામ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલ છે.
 
રાજકીય અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી
19 વર્ષ પહેલા 25 જાન્યુઆરી 2005ના રોજ પ્રયાગરાજના ધુમનગંજ વિસ્તારમાં તત્કાલીન બસપા ધારાસભ્ય રાજુ પાલનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા બાદ રાજકીય દુશ્મનાવટના કારણે રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી.

Edited By-monica sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગામ-ગામ સુધી દરેક બાળક સુધી ડિઝિટલ શિક્ષણ પહોચાડવુ મારુ લક્ષ્ય - બિલ ગેટ્સ સાથે મુલાકાતમાં PM નરેન્દ મોદી