Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Prayagraj: બે ભાગમાં વહેંચાઈ ચાલતી ટ્રેન, 200 મીટર આગળ નીકળી ગયુ ગોમતી એક્સપ્રેસનુ એંજિન, લોકોનો આબાદ બચાવ

Prayagraj Train
, મંગળવાર, 29 નવેમ્બર 2022 (14:35 IST)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં ગંગા ગોમતી એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં બચી ગઈ. વાસ્તવમાં ગંગા ગોમતી એક્સપ્રેસ પ્રયાગરાજથી લખનૌ જઈ રહી હતી. આ દરમિયાન ગંગા ગોમતી એક્સપ્રેસનું એન્જિન અધવચ્ચે જ ટ્રેન છોડીને આગળ વધી ગયું હતું.
 
જેના કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. કોચ છોડીને એન્જિન 200 મીટર આગળ ચાલ્યું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના રામચૌરા રોડ સ્ટેશન પાસે બની હતી. માહિતી મળ્યા બાદ મુસાફરો ટ્રેનમાંથી બહાર નીકળી ગયા હતા. આ ઘટના મંગળવારે સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી.
 
કહેવામાં આવી રહ્યું છે કે કપલિંગ તૂટવાને કારણે આ ઘટના બની છે. હાલમાં રેલવેની ટેકનિકલ ટીમે તેનું સમારકામ કર્યું છે. લગભગ 2 કલાક પછી ટ્રેન લખનૌ જવા રવાના થઈ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

The Kashmir Files' ને IFFI જૂરી હેડે કહ્યુ પ્રોપેગૈંડા, અનુપમ ખેર-અશોક પંડિતે કર્યો પલટવાર