મોરક્કોના જાણીતા ધુમક્કદ ઈબ્ન બતૂતાથી લઈને મુગલ બાદશાહ અકબરને ખિચડીનો સ્વાદ ખૂબ ભાવ્યો છે. દેશના એક મોટા ભાગમાં તેને ખૂબ પ્રેમથી ખાવામાં આવે છે. સામાન્ય માણસની થાળીમાં પીરસાતી ખિચડી હવે દેશનુ રાષ્ટ્રીય ભોજન કે સુપર ફુડ બનવાનુ છે.
દિલ્હીમાં આયોજીત થનારા વર્લ્ડ ફૂડ ડે દરમિયાન 4 નવેમ્બરના રોજ ખિચડીને એક ભારતીય ભોજન બ્રાંડના રૂપમાં જાહેર કરવામાં આવશે. આ અવસર પર દેશના ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અને વિવિધ વ્યંજનોને પણ દર્શાવવામાં આવશે.
એક અધિકારીક સૂત્રએ કહ્યુ ખિચડી ભારતમાં સૌથી વધુ ખવાતા ભોજનમાંથી એક છે.. તેને અમીરથી લઈને ગરીબ સમાજના બધા વર્ગના લોકો સ્વાદ લઈને ખાય છે. આ જ બધી ખૂબીયોને કારણે ખિચડીની પસંદગી કરવામાં આવી છે. ખિચડીની મુખ્ય સામગ્રીમાં ચોખા, દાળ અને મસાલ આનો સમાવેશ છે. આ ખાદ્ય આયોજનની રોનક વધારવા માટે ખાદ્ય પ્રસંસ્કરન મંત્રી હરસિમરન કૌર બાદલે ખિચડીને સૂપર ફૂડનો દરજ્જો આપવાની ભલામણ કરી છે. આ અવસર પર વિવિધ અનાજ જેવા જ્વાર બાજરા અને મોટા દાળથી 800 કિલોગ્રામ ખિચડી તૈયાર કરવામાં આવશે.. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન આપવા માટે આવુ કરવામાં આવશે.
ઉપરાષ્ટ્રપત્ક વેંકૈયા નાયડૂ એક મોટી કડાહીમાં ખિચડી બનાવવાની શરૂઆત કરશે. તૈયાર કરવામાં આવેલ આ ખિચડીને અક્ષય પાત્ર ફાઉંડેશન દ્વારા ગરીબ બાળકોમાં વિતરીત કરવામાં આવશે.