Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી નારાજગી બતાવી રહ્યા છે - નોટબંધી પર પીએમ નરેન્દ્ર મોદી

ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી નારાજગી બતાવી રહ્યા છે - નોટબંધી પર પીએમ નરેન્દ્ર મોદી
નવી દિલ્હી. , શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:31 IST)
નોટબંધી વિરુદ્ધ વિપક્ષના હુમલા પર પીએમ નરેન્દ્ર મોદીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચારીઓને તક નથી મળી તેથી તેઓ નારાજગી બતાવી રહ્યા છે. સંવિધાનના ડિઝિટ સંસ્કરણના વિમોચનના પ્રસંગે સંસદમાં આયોજીત એક કાર્યક્રમમા પીએમે આ વાત કહી. 
 
તેમણે કહ્યુ કે દરેકને પોતાના પૈસાના ઉપયોગનો હક છે. સામાન્ય માણસ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. આખો દેશ કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે.  દેશ માટે અનેક કડક નિર્ણય લેવા પડે છે.  આ નિર્ણય પર ભ્રષ્ટાચારીઓ નારાજગી બતાવી રહ્યા છે  કારણ કે તેમને તક નથી મળી. 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને સંસદના બંને સદનોમાં હંગામો થઈ રહ્યો છે. વિપક્ષ સતત નોટબંઘીને લઈને પીએમ મોદીના નિવેદનની માંગ કરી રહ્યુ છે. જ્યારે કે સરકારનુ કહેવુ છે કે તેના પર નાણાકીયમંત્રી જ જવાબ આપશે.  જ્યારથી શીતકાલીન સત્ર શરૂ થયુ છે નોટબંધી પર હંગામો થવાને કારણે એક પણ દિવસ સદનની કાર્યવાહી વ્યવસ્થિત રૂપે ચાલી શકી નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદાર આંદોલન સંદર્ભે હાર્દિક પટેલને વાટાઘાટો કરવા આમંત્રણ આપતી રાજ્ય સરકાર