Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીનો પાકિસ્તાન પર પ્રહાર - ત્રાસવાદીઓને આશરો આપનાર લોકોને પણ છોડવામાં આવશે નહીં

મોદીનો પાકિસ્તાન પર પ્રહાર - ત્રાસવાદીઓને આશરો આપનાર લોકોને પણ છોડવામાં આવશે નહીં
, મંગળવાર, 11 ઑક્ટોબર 2016 (22:46 IST)
વિજયાદશમીના પ્રસંગે લખનૌના એસબાગ મેદાનમાં PMએ પોતાના ભાષણની શરૂઆત ‘જય શ્રી રામ’ના નારા સાથે કરી હતી. મોદીએ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી. તેમને કહ્યું, મને એશબાગમાં આવવાનો મોકો મળ્યો, તે મારા માટે સદનસીબની વાત છે.  લોકોને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, યુદ્ધ પણ પરિસ્થિતિની દ્રષ્ટિએ ઘણી વખત અનિવાર્ય બની જાય છે પરંતુ અમને યુદ્ધથી બુદ્ધ તરફ જનાર લોકો છીએ. તેમણે કહ્યું હતું કે, ધરતીનો માર્ગ યુદ્ધનો માર્ગ નથી. બુદ્ધનો માર્ગ છે. આતંકવાદ માનવતાના સૌથી મોટા દુશ્મન તરીકે છે તેમ કહીને મોદીએ સંકેતમાં પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હવે સમય બદલાઈ ચુક્યો છે. ત્રાસવાદીઓની સાથે સાથે ત્રાસવાદીઓને આશરો આપનાર લોકોને પણ છોડવામાં આવશે નહીં.

મોદીએ પોતાના સંબોધનમાં સમાજમાં ફેલાયેલી તમામ ખરાબ બાબતોને રાવણ તરીકે ગણાવીને કહ્યું હતું કે, દેશના લોકોને તેને જડથી ખતમ કરવાની જરૃર છે. જય શ્રી રામના જય ઘોષ સાથે પોતાના ભાષણની શરૃઆત કરનાર વડાપ્રધાને કહ્યું હતું કે, આતંકવાદ સામે સૌથી પ્રથમ લડાઈ જટાયુએ લડી હતી. વર્તમાન સમયમાં તમામ દેશવાસી જટાયુની ભૂમિકા અદા કરીને ત્રાસવાદને ખતમ કરી શકે છે. મોદીએ કહ્યું છે કે, પહેલા દુનિયા ત્રાસવાદને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા તરીકે ગણતી હતી પરંતુ 26/11ના હુમલા બાદ દુનિયાને જાણવા મળ્યું કે, આતંકવાદની કોઇ મર્યાદા હોતી નથી. વિશ્વની શક્તિઓને હવે એકમત થવાનો સમય આવી ગયો છે. વડાપ્રધાને ટીવી ઉપર સિરિયાની એક નાની બાળાના ફોટાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, આવા ફોટા જોઇને કોઇપણ વ્યક્તિ ભાવનાશીલ બની શકે છે. આતંકવાદને ખતમ કર્યા વગર માનવતાનું રક્ષણ શક્ય નથી. વિજયા દશમીના પ્રસંગે મોદીએ પુત્રીઓની સાથે થઇ રહેલા ભેદભાવની પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, દુનિયા આજે ગર્લ્ડ ચાઇલ્ડ દિવસ પણ ઉજવી રહી છે. એક સીતા માટે જટાયુ શહીદ થઇ શકે છે તો ઘરમાં જન્મ લેનાર દરેક સીતાને બચાવવા જવાબદારી હોવી જોઇએ. ઓલિમ્પિકમ રમતોત્સવમાં દેશની પુત્રીઓ નામ રોશન કરી ચુકી છે. દેશમાં પુત્ર-પુત્રીઓ વચ્ચે અંતર રાવણરુપી માનસિકતાને દર્શાવે છે. પોતાના સંબોધનના અંતમાં મોદીએ કહ્યું હતું કે, ભારતના લોકો એ લોકો છે જે યુદ્ધથી બુદ્ધ તરફ જાય છે. યુદ્ધ ઘણી વખત પરિસ્થિતિ મુજબ ફરજિયાત બને છે. જાતિવાદ, વંશવાદ જેવા દૂષણને ખતમ કરવા માટે પણ મોદીએ અપીલ કરી હતી. આ પ્રસંગે રાજનાથસિંહ અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રામલીલા કાર્યક્રમમાં મોદીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીમાં કોમી એખલાસની ભાવના- મોદી પુરમાં મુસ્લિમ બંધુએ માતાજીની આરતી ઉતારી