ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીત પછી જુદા જુદા ક્ષેત્રોમાં હિંસાના સમાચાર વચ્ચે તમિલનાડુમાં બીજેપી ઓફિસ પર બોમ્બ ફેકવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી. માહિતી મુજબ ભાજપા કાર્યાલય પર પેટ્રોલ બોમ્બથી હુમલો વહેલી સવારે સાઢા ત્રણ વાગ્યે થયો છે. અહી કેટલાક અજ્ઞાત હુમલાવરોએ આ ઘટના કરી હતી. તેનો સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. જેમા બદમાશ પેટ્રોલ બોમ્બ ફેંકતા જોવા મળી રહ્યા છે.
આ ઘટનાના વેલ્લોરમાં પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના સાથે જોડીને જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે તમિલનાડુમાં મોટા સમાજ સુધારક રહેલા પેરિયારની મૂર્તિને નિશાન બનાવવાનો મામલો સામે આવ્યો હતો. પેરિયારની મૂર્તિ તોડી પાડવાના મામલે મુથુકુમારન અને એક અન્ય વ્યક્તિ ફ્રાંસિસની ધરપકડ કરવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે મુથુકુમારન ભાજપા સાથે જોડાયેલા છે. ઈ વી રામાસ્વામીને પેરિયારના નમાથી ઓળખવામાં આવે છે.