Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Exam Warrior LIVE: બાળકોને એક્ઝામ ટેંશનથી મુક્ત કરવા માટે ટિપ્સ આપશે PM

#Exam Warrior LIVE: બાળકોને એક્ઝામ ટેંશનથી મુક્ત કરવા માટે ટિપ્સ આપશે PM
, શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (12:25 IST)
પીએમ નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષા સાથે જોડાયેલા જુદા જુદા મુદ્દા પર ચર્ચા કરશે. થોડી જ વારમાં આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં શરૂ થશે. આ ખાસ કાર્યક્રમમાં વીડિયો કૉંફ્રેસિંગ દ્વારા દેશભરના લાખો વિદ્યાર્થી ભાગ લેશે અને પીએમ તેમના પ્રશ્નોના જવાબ આપશે. પીએમ વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમને પરીક્ષાની તૈયારીઓના ગુર શિખવાડશે. જેથી વિદ્યાર્થીઓને તનાવથી મુક્તિ મળે.  આ કાર્યક્રમનુ નામ પરીક્ષા પર ચર્ચા મુકવામાં આવ્યુ છે. 
 
આ કાર્યક્રમનું બધી શાળામાં પ્રસારણ સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ તમામ શાળાને કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરવાનુ કહ્યુ છે. CBSEએ આ અવસર પર બધા વિદ્યાર્થીઓને શાળામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. કાર્યક્રમમાં લગભગ 10 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પ્રધાનમંત્રી સાથે સીધો સવાલ પૂછવાની તક પણ મળશે.  આ ઉપરાંત પ્રધાનમંત્રી MyGovapp માંથી પસંદગી કરેલા કેટલાક સવાલોના જવાબ પણ આપશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જીત પડકારાઈ, હાઈકોર્ટે નોટીસ ફટકારી