Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેટાચૂંટણી LIVE - દિલ્હીમાં કેજરીવાલની મોટી જીત, ગોવામાં પર્રિકર-રાણે જીત્યા

પેટાચૂંટણી LIVE - દિલ્હીમાં કેજરીવાલની મોટી જીત, ગોવામાં પર્રિકર-રાણે જીત્યા
, સોમવાર, 28 ઑગસ્ટ 2017 (13:28 IST)
દેશના જુદા જુદા રાજ્યોની ચાર વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટ્ણીના પરિણામ આવવા માંડ્યા છે. સૌ પ્રથમ પરિણામ ગોવાના પણજીમાં આવ્યુ. અહી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ચૂંટણી જીતી લીધી છે. તેમણે કોંગ્રેસ ઉમેદવારને 4500 વોટોથી હરાવ્યુ. બીજી બાજુ દિલ્હીની બવાના સીટ પર કાંટાની ટક્કર દેખાય રહી છે. અહી પહેલા કોંગ્રેસને તો હવે આમ આદમી પાર્ટી આગળ દેખાય રહી છે. બીજી બાજુ ગોવાની બાલપોઈ સીટ પણ ભાજપાના ખાતામાં ગઈ છે. 
 
- દિલ્હીમાં આપ ઉમેદવારે બીજેપી ઉમેદવારને 24 હજાર 50 વોટથી હરાવ્યા 
- આપ ઉમેદવાર રામ ચંદ્રને 56178 બીજેપી ઉમેદવારને વેદ પ્રકાશને 34501 અને કોંગ્રેસ ઉમેદવારન સુરેન્દ્ર કુમારને 30758 વોટ મળ્યા છે. 
- દિલ્હીની બવાના સીટ પરથી આપ ઉમેદવાર 17 હજાર વોટથી આગળ કોંગ્રેસ બીજા સ્થાન પર અને બીજેપી ત્રીજા સ્થાન પર 
- દિલ્હી, ગોવા ખાતે આંધ્ર પ્રદેશની કુલ ૪ વિધાનસભા બેઠક પર ર૩ ઓગસ્ટે થયેલી પેટાચુંટણી માટેની મતગણતરી આજે સવારે શરૂ થઇ છે. ગોવાની પણજી વિધાનસભાની બેઠક પર રાજયના મુખ્યમંત્રી મનોહર પરિકર ચૂંટણી જીતી ગયા છ.ે
- તેમણે પોતાના હરીફને ૪૭૦૩ મતોથી પરાજય આપ્યો છે.
-  તો દિલ્હીની બવાના બેઠક પર સૌની નજર છે. 
-  આ બેઠક આપના વેદપ્રકાશે રાજીનામુ આપતા ખાલી પડી હતી અહી પણ મતગણતરી ચાલુ છે.
-  મળતા અહેવાલો મુજબ બવાના બેઠક પર આ લખાય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્ર કુમાર આગળ ચાલી રહ્યા છે ભાજપ બીજા ક્રમે અને આપ ત્રીજા ક્રમે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Live - સુનાવણી શરૂ.. બાબા રામ રહીમને થોડી જ વારમાં સજાની જાહેરાત થશે