Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron Updates- આ 12 દેશોમાંથી ભારત આવતા લોકોએ થવું પડશે હોમ ક્વોરૅન્ટીન

Omicron Updates-  આ 12 દેશોમાંથી ભારત આવતા લોકોએ થવું પડશે હોમ ક્વોરૅન્ટીન
, સોમવાર, 29 નવેમ્બર 2021 (11:59 IST)
કોરોનાના ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે દેશમાં ફરીથી ઉચાટ છે, ત્યારે આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય દ્વારા એક ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
 
નવી ગાઇડલાઇન મુજબ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી રજૂ કરવાની રહેશે અને 'જોખમી' દેશોમાંથી આવતા મુસાફરોએ સાત દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરૅન્ટીન રહેવું પડશે.
 
એનડીટીવીના અહેવાલ પ્રમાણે, ભારત આવનારા તમામ મુસાફરોએ એક ફૉર્મ ભરવાનું રહેશે, જેમાં છેલ્લા 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી જણાવવાની રહેશે. સાથે જ મુસાફરી પહેલાંના 72 કલાક દરમિયાન કરાયેલા આરટીપીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ મૂકવાનો રહેશે.
 
ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ ધરાવતા 12 દેશોમાંથી ભારત આવતા મુસાફરો માટે વધુ તકેદારી રાખવામાં આવી છે.
 
તેમણે ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે અને જો તે નૅગેટિવ આવે તો સાત દિવસ માટે હોમ ક્વોરૅન્ટીન થવાનું રહેશે.
 
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'ઍટ-રિસ્ક' દેશોમાં યુનાઇટેડ કિંગ્ડમ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મૉરિશ્યસ, ન્યૂઝીલૅન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપૉર, હૉંગકૉંગ અને ઇઝરાયલનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોકરી માટે ભરતી મેળામાં આવેલા યુવકને ફિજિકલ ટેસ્ટ બાદ ચક્કર આવ્યા અને મોતને ભેટ્યો, પરિવારના માથે આભ ફાટ્યું