Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Omicron Death- મુંબઈમાં સાંજે પાંચ વાગ્યા પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ, બેંગલુરૂમાં પણ સાંજે છ વાગ્યેથી રોડ બંધ

Omicron Death- મુંબઈમાં સાંજે પાંચ વાગ્યા પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ, બેંગલુરૂમાં પણ સાંજે છ વાગ્યેથી રોડ બંધ
, શુક્રવાર, 31 ડિસેમ્બર 2021 (15:37 IST)
દેશમાં ઓમિક્રોનથી બીજું મૃત્યુઃ રાજસ્થાનમાં સંક્રમિત વ્યક્તિનું મોત, એક દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવ્યો
 
રાજસ્થાનમાં શુક્રવારે ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું. તેઓ ઉદયપુરના રહેવાસી હતા અને તેમની ઉંમર 73 વર્ષની હતી. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ બીજો કેસ છે.
 
એક દિવસ પહેલા નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો
ઉદયપુરના રહેવાસી વ્યક્તિની તબિયત બગડતાં 15 ડિસેમ્બરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી વૃદ્ધોના નમૂનાને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ઓમિક્રોનની પુષ્ટિ થઈ હતી.

દેશમાં શુક્રવારે 24 કલાકની અંદર કોરોનાના 16,746 નવા દર્દી સામે આવ્યા છે. તેમજ ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા પણ તીવ્રતાથી વધી રહે છે. સંક્રમિતોની સંખ્યા 1270 થઈ ગઈ છે. મુંબઈમાં સાંજે પાંચ વાગ્યે પછી સાર્વજનિક સ્થળ પર જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તો બેંગલુરૂમાં સાંજે છ વાગ્યે પછી મુખ્ય રોડને બંધ રાખવાનો નિર્ણય કરાયુ છેૢ 
 
કોરોના સંક્રમણ રોકવા માટે મુંબઈ પોલીસની અપીલ 
મુંબઈમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણને રોકવા માટે ધારા 144 લાગૂ કરાઈ છે. તેથી મુંબઈ પોલીસએ લોકોથી અપીલ કરી છે કે તેઓએ સાંજે 5 વાગ્યા પછી સવારના 5 વાગ્યા સુધી બીચ, પાર્ક, જાહેર સ્થળો જેવા સ્થળોએ જવું જોઈએ નહીં. આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rules Change From January 2022- નવા વર્ષમાં બદલાઈ રહ્યા છે આ 3 નિયમ, તમારા પર પડશે સીધો અસર