Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 21 March 2025
webdunia

PM Modi Podcast: પાકિસ્તાને દરેક રીતે દગો આપ્યો છે, ટ્રમ્પ સાથે વિશ્વાસનો સંબધ, રૂસ-યુક્રેનનો ઉકેલ કૂટનીતિથી

PM Modi Podcast: પાકિસ્તાને દરેક રીતે દગો આપ્યો છે, ટ્રમ્પ સાથે વિશ્વાસનો સંબધ, રૂસ-યુક્રેનનો ઉકેલ કૂટનીતિથી
નવી દિલ્હી , સોમવાર, 17 માર્ચ 2025 (08:16 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત તરફથી શાંતિના દરેક પ્રયાસનો જવાબ પાકિસ્તાને શત્રુતા અને વિશ્વાસઘાતથી આપ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે તેને સદ્દબુદ્ધિ આવશે અને તે શાંતિનો માર્ગ અપનાવશે. અમેરિકાના પ્રખ્યાત પોડકાસ્ટ હોસ્ટ લેક્સ ફ્રિડમેન સાથે ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં,  પ્રધાનમંત્રી મોદીએ તેમના જીવનના વિવિધ પાસાઓ વિશે વાત કરવાની સાથે, વિશ્વ સમક્ષ  તેમના રાજદ્વારી વિચારો પણ નિખાલસતાથી રજૂ કર્યા.
 
ખાસ કરીને ભારત-ચીન સંબંધો પર, પીએમ મોદીના શબ્દો શાંતિ અને સમાધાનનો મોટો સંદેશ આપતા હોય તેવું લાગતું હતું. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પરિવારની જેમ જ મતભેદપણ હોય છે. આ મતભેદો વિવાદોમાં ફેરવાઈ ન જાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ચીન સાથે સારા સંબંધોની આશા
 
સાથે જ કહ્યું  કે 21મી સદી એશિયાની સદી છે. ભારત અને ચીન વચ્ચે સારા સંબંધો માત્ર ફાયદાકારક જ નથી, પરંતુ વૈશ્વિક સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી મોદીએ કૂટનીતિ સાથે જોડાયેલ પ્રશ્નો પર નિખાલસપૂર્વક વાત કરતા કહ્યું કે  ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સંભાળવા માટે સંવાદ જ પ્રાથમિક દ્રષ્ટિકોણ છે. 
 
જ્યારે પાકિસ્તાન વિશે પ્રશ્ન આવ્યો ત્યારે પ્રધાનમંત્રી મોદીએ પોતાના કડવા અનુભવો શેર કરીને કડક વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે દુનિયાને હવે કોઈ શંકા નથી કે આતંકવાદની જડ ક્યાં છે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર બની ગયું છે, જેના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ભારે દુઃખ થઈ રહી છે. તેમણે શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના અનેક પ્રયાસો પર પ્રકાશ પાડ્યો.
 
પાકિસ્તાન પર સાધ્યું નિશાન
 
પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને તેમના શપથગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવા અને લાહોરની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે સમાધાનના દરેક પ્રયાસના નકારાત્મક પરિણામો આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાનના લોકો હિંસા અને ભયથી મુક્ત ભવિષ્યના હકદાર છે. પાકિસ્તાને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ અને સાચો રસ્તો પસંદ કરવો જોઈએ.
 
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પોતાની મિત્રતા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ટ્રમ્પનો અમેરિકા ફર્સ્ટ દ્રષ્ટિકોણ તેમના પોતાના રાષ્ટ્ર પ્રથમ અને ભારત પ્રથમના દર્શન સાથે મેળ ખાય છે. આનાથી બંને નેતાઓ વચ્ચે સ્વાભાવિક સંબંધ વધે છે. તેમણે વધુમાં કહ્યું કે વિવિધ પ્લેટફોર્મ પર ટ્રમ્પની પ્રશંસા કરવી એ ઉદારતા છે. ટ્રમ્પ માટે, અમેરિકા પહેલા આવે છે અને મોદી માટે, ભારત હંમેશા પહેલા આવે છે. ટ્રમ્પ તેમના વર્તમાન કાર્યકાળમાં ખૂબ જ કેન્દ્રિત દેખાય છે અને તેમણે એક મજબૂત ટીમ બનાવી છે, જેની સાથે તેમને મળવાની તક પણ મળી.
 
કૂટનીતિબાબતો પર વાત કરવાની સાથે, પીએમ મોદીએ ભારતની આંતરિક રાજનીતિ અને અહીંની પરિસ્થિતિ વિશે પણ વાત કરી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેના પોતાના સંબંધોની ચર્ચા કરતી વખતે, તેમણે આ કાયમી વારસાનો ભાગ બનવાને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે તેમને તેમના જીવનનો હેતુ અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો RSS પાસેથી મળ્યા છે.
 
આરએસએસને લઈને પણ બોલ્યા પીએમ મોદી  
તેમણે વૈશ્વિક સ્તરે મોટા પાયે આરએસએસની ભૂમિકાની પણ પ્રશંસા કરી. તેમણે પોતાના શબ્દોમાં વામપંથી મજૂર સંગઠનો અને આરએસએસ સંલગ્ન મજૂર સંગઠનો વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો. તેમણે એ પણ સ્વીકાર્યું કે ભલે તે ભૂલો કરે, પણ તે ક્યારેય ખોટા ઇરાદાથી કામ કરશે નહીં. તેમનું દરેક કાર્ય રાષ્ટ્રની સેવા કરવાની સાચી ઇચ્છાથી પ્રેરિત છે.
 
સાથે જ કોઈનું નામ લીધા વિના, તેમણે નિર્દેશ કર્યો કે અર્થપૂર્ણ ચર્ચાનું સ્થાન સંશોધન કે તથ્યો વિના કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોએ લઈ લીધું છે. કેટલાક વ્યક્તિઓ ચોક્કસ એજન્ડા અને દુષ્ટ ઇરાદા સાથે કામ કરે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતીનો ઉપયોગ કરે છે. ઈન્ટરવ્યુંમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ પર ભારતનો મજબૂત અવાજ, રશિયા અને યુક્રેન સાથે વાતચીત અને શાંતિની અપીલ, તેમજ ગોધરાકાંડ જેવા ઘણા વિષયો પર વાત કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

20 માર્ચથી આકરી ગરમી પડવાની સંભાવના, મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે