Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai Rain News: મુંબઈમાં આફતનો વરસાદ, આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આપ્યુ રેડ એલર્ટ

Mumbai Rain News: મુંબઈમાં આફતનો વરસાદ, આગામી 3 કલાક માટે હવામાન વિભાગે આપ્યુ રેડ એલર્ટ
મુંબઈ. , શુક્રવાર, 16 જુલાઈ 2021 (12:59 IST)
હવામાન વિભાગ (આઈએમડી)એ શુક્રવારે સૂચના આપી છે કે આગામી 3 લાક દરમિયાન મુંબઈમાં તીવ્ર વરસાદ ચાલુ રહેશે. આઈએમડીએ એક ટ્વીટમાં કહ્યુ, મુંબઈ (સાંતાક્રૂઝ)માં છેલ્લા 24 કલાક દરમિયાન અત્યાધિક વરસાદ થયો છે.  ભારે વરસાદથી શહેરમાં અનેક ભાગમાં પાણી ભરાયા છે. મલાડ, સાંતાક્રૂઝ, દહિસરના નીચલા વિસ્તર ઉપરાંત દાદર, પરેલ, વડાલા, સાયનના માર્ગ પણ એકદમ જલમગ્ન થઈ ચુક્યા છે.   શહેરમાં  ગુરુવાર રાતથી મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે.

 
હવામાન સંશોધન અને સેવા પૂણેના પ્રમુખ કે.એસ. હોસલીકરે સવારે 8:30 વાગ્યે નવીન સેટેલાઇટ તસવીર શેર કરીજેના મુજબ મુંબઇ ઉપનગર અને થાણે ઉપર છવાયેલા વાદળો ત્રણથી ચાર કલાક સુધી ભારે વરસાદના સંકેત આપી રહ્યા છે.  તેમણે કહ્યું કે આખુ તટીય કોંકણ વાદળોથીઢંકાયેલુ છે અને ઉત્તર કોંકણ-મુંબઇએ સજાગ રહેવાની જરૂર છે.છેલ્લા 24 કલાકમાં શહેરને64.45 મિમી, પશ્ચિમી ઉપનગરમાં& 127.16 મિમી અને પૂર્વી ઉપનગરમાં 120.67 મિમી વરસાદ રેકોર્ડ કરવામાં આવી છે ભારે વરસાદને કારણે મુંબઇના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા છે અને શહેરના ઘણા ભાગોમાં ટ્રાફિક માર્ગોનું ડાયવર્ઝન થયું છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે રેલ્વે ટ્રેક પર પાણી ભરાયા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBI ગ્રાહક ધ્યાન આપો! 16 અને 17 જુલાઈને આ સમયે ઉપયોગ નહી કરી શકશો ઈંટરનેટ બેંકિંગ UPI અને YONO સર્વિસ