Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#UP Election - અખિલેશ યાદવને લઈને મુલાયમસિંહની બીજી પત્ની ષડયંત્ર રચી રહી છે

#UP Election - અખિલેશ યાદવને લઈને મુલાયમસિંહની બીજી પત્ની ષડયંત્ર રચી રહી છે
, શુક્રવાર, 21 ઑક્ટોબર 2016 (11:04 IST)
સમાજવાદી પાર્ટી અને મુલાયમ પરિવારમાં વિવાદને લઈને અખિલેશ યાદવના સમર્થક અને એમએલસી ઉદયવીર સિંહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઉદયવીર સિંહનો આરોપ છે કે અખિલેશ યાદવની પાર્ટી અને પરિવારના તમામ મુશ્કેલીઓ પાછળ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની મતલબ અખિલેશની સાવકી માં નો  હાથ છે. 
 
ઈંડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ એમએલસી ઉદયવીર સિંહે સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુલાયમના ભાઈ શિવપાલ પર પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે શિવપાલ સીએમ અખિલેશની સાવકી મા ને રાજનીતિક મોરચા પર લાવી રહ્યા છે. ઉદયવીરે સપા સુપ્રીમોને સલાહ આપી કે મુલાયમે પરિવારના પોતાના મોટા પુત્રને લઈને થઈ રહેલ ષડયંત્ર પ્રત્યે સતર્ક રહેવુ જોઈએ.  
 
પુત્ર માટે રસો બનાવે મુલાયમ 
 
એટા-મૈનપુરી સીટ પરથી એમએલસી તરીકે પસંદગી પામે ઉદયવીર સિંહે આ વિશે ચાર પેજની ચિઠ્ઠી લખી છે. આવુ પહેલીવાર થયુ છે જ્યારે પાર્ટીના કોઈ સભ્ય સાથે મુલાયમને તેમના પુત્ર અખિલેશ યાદવ માટે રસ્તો બનાવવા માટે કહેવુ પડ્યુ છે. સાથે જ સપા સુપ્રીમોએ સીએમ આને તેમની સાવકી મા વચ્ચે ચાલી રહેલ તનાવ અને મનદુખને ખતમ કરવાની સલાહ આપી છે. એવુ કહેવાય રહ્યુ છે કે મુલાયમ દ્વારા અખિલેશ યાદવને પાર્ટીના મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કર્યા પછીથી ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. 
 
સીએમ પ્રત્યે વ્યક્તિગત જલન 
 
એમએલસી ઉદયવીર સિંહે લેટરમાં સીએમ સાથે વ્યક્તિગત અદેખાઈની ભાવનાના સબહેડમાં લખ્યુ, 'જ્યારથી તમે અખિલેશ યાદવને ચૂંટણીમાં પાર્ટીના સીએમનો ચેહરો બતાવ્યો છે ત્યારથી તમારા પરિવારમાં ષડયંત્રની શરૂઆત થઈ. જો કે અખિલેશની સાવકી મા હંમેશા પડદા પાછળ રહી. તેમનો રાજનીતિક ચેહરો બનીને શિવપાલ આગળ આવ્યા.  શિવપાલ આવુ ન થવા દેવા માટે પાર્ટીના સીનિયર નેતાઓ સાથે સંપર્ક કરવા લાગ્યા.' 
 
પુત્રને સાર્વજનિક મંચ પરથી અનેકવાર ફટકાર લગાવી ચુક્યા છે સીએમ 
 
ઉદયવીરે આગળ કહ્યુ કે 'એંટી અખિલેશ ગ્રુપના દબાણમાં આવીને મુલાયમે અનેકવાર સાર્વજનિક મંચ પર સીએમ અખિલેશને ફટકાર લગાવી છે.  અખિલેશ હંમેશા એક આજ્ઞાકારી પુત્ર બની રહ્યા. ક્યારેય રિએક્ટ ન કર્યુ.' તેમનો દાવો છે કે "બહારના લોકોએ હંમેશા પરિવારના સંકટનો ફાયદો ઉઠાવ્યો છે.  તેમણે કહ્યુ કે પાર્ટી પહેલા જેવી સ્થિતિમાં લાવવા માટે સપા સુપ્રીમોએ બહાર કરેલા નેતાઓને ફરીવાર પાર્ટીમાં લાવવા જોઈએ અને અખિલેશને ફુલ પાવર આપવો જોઈએ. ઉદયવીરે મુલાયમને લખ્યુ, 'જ્યારે તમે સીએમ હતા ત્યારે પાર્ટી સાથે સંબંધિત બધા નિર્ણયો લેવાનો અધિકાર તમારો હતો.  ઠીક એ જ રીતે તમારે અખિલેશને પુરી આઝાદી આપવી જોઈએ.' 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PAKની પોકળ ધમકી, સિંધુ જળ સમજૂતી તોડી તો કડક પગલા લેશે