Publish Date: Sun, 05 Sep 2021 (10:47 IST)
Updated Date: Sun, 05 Sep 2021 (10:50 IST)
ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સના છેલ્લા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ છે રવિવારે પેરા ખેલાડી કૃષ્ણા નગરએ બેડમિન્ટનની SH6 કેટેગરીની ફાઇનલમાં હોંગકોંગના ચુ મેન કાઇને 21-17, 16-21, 21-17થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગોલ્ડ સાથે ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીમાં પાંચમો ગોલ્ડ જીત્યો છે, જ્યારે તેના કુલ મેડલની સંખ્યા 19 થઈ ગઈ છે. કૃષ્ણા પહેલા ત્રણ ખેલાડીઓ પ્રમોદ ભગત (ગોલ્ડ), સુહાસ યથીરાજ (સિલ્વર) અને મનોજ સરકાર (બ્રોન્ઝ) બેડમિન્ટનમાં મેડલ જીતી ચૂક્યા છે.