Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈસ્લામનો જરૂરી ભાગ નથી હિઝાબ, શાળા-સ્કુલોમાં છૂટની માંગ HCએ કરી રદ્દ

ઈસ્લામનો જરૂરી ભાગ નથી હિઝાબ, શાળા-સ્કુલોમાં છૂટની માંગ HCએ કરી રદ્દ
, મંગળવાર, 15 માર્ચ 2022 (11:12 IST)
કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાનોમાં હિઝાબ પર રોકને પડકાર આપનારી અરજીને રદ્દ કરી છે. કોર્ટે કહ્યુ કે હિઝાબ પહેરવો ઈસ્લામમાં એક જરૂરે ધાર્મિક પ્રથા નથી. કોર્ટે કહ્યુ કે શાળા યૂનિફોર્મનુ લાગૂ રહેવુ યોગ્ય પ્રતિબંધ છે. જેના પર વિદ્યાર્થી આપત્તિ નથી કરી શકતા. 

 
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ હિજાબ વિવાદ પર હાઈકોર્ટના નિર્ણયનુ સ્વાગત કર્યુ. તેમણે કહ્યુ, "બધા લોકોને અપીલ કરુ છુ કે દેશ અને રાજ્યને આગળ વધારો. આપણે સૌએ શાંતિનુ વાતાવરણ કાયમ રાખવાનુ છે. વિદ્યાર્થીઓનુ મૂળભૂત કામ અભ્યાસ અને જ્ઞાન અર્જીત કરવાનુ છે. બધા લોકો એક થઈને અભ્યાસ કરે. 
 
ઉડ્ડપીના એક પ્રી યૂનિવર્સિટી કોલેજની કેટલીક વિદ્યાર્થીઓ તરફથી કક્ષાઓમાં હિજાબ પહેરવા દેવાની માંગથી મોટો વિવાદ ઉભો થઈ ગયો હતો. જ્યારે કેટલાક વિદ્યાર્થી ભગવા શોલ પહેરીને પહોંચી ગયા. અહી મુદ્દો રાજ્યના અન્ય ભાગમાં ફેલાય ગયા. જ્યારે કે સરકાર યૂનિફોર્મ સંબંધી નિયમ પર અડી રહી. કર્ણાટક હાઈકોર્ટએ શૈક્ષણિક સંસ્થાનોમાં હિઝાબ પર રોકને પડકાર આપનારી અરજીઓને રદ્દ કરી દીધી છે. કોર્ટે કહ્યુ કે હિજાબ પહેરવો ઈસ્લામમાં એક જરૂરી ધાર્મિક પ્રથા નથી.  કોર્ટે કહ્યુ કે શાળા યૂનિફોર્મને લાગુ થવુ યોગ્ય પ્રતિબંધ છે. જેના પર વિદ્યાર્થીઓ આપત્તિ નથી કરી શકતા. 
 
કર્ણાટકમાં હિજાબ વિવાદ 1 જાન્યુઆરીથી શરૂ થયો હતો. અહીં ઉડુપીમાં કોલેજમાં હિજાબ પહેરીને આવેલી 6 મુસ્લિમ વિદ્યાર્થિનીઓ ક્લાસમાં બેસવા દેવાઈ ન હતી. કોલેજ મેનેજમેન્ટે નવી યૂનિફોર્મ પોલિસીને આ પાછળનું કારણ જણાવ્યું હતું. ત્યાર પછી આ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. વિદ્યાર્થિનીઓનો તર્ક હતો કે હિજાબ પહેરવાની મંજૂરી ન આવી તે સંવિધાનના અનુચ્છેદ 14 અને 25 મુજબ મૌલિક અધિકારનું હનન છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાવરા અમદાવાદ ટ્રેનમાંથી બોગસ આધારકાર્ડ સાથે ઝડપાયેલી બે બાંગ્લાદેશી સહિત ત્રણ યુવતીઓ નારી સંરક્ષણ ગૃહમાંથી ફરાર