કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે ઇઝરાયેલે તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. અહેવાલ છે કે ઇઝરાયેલે વિદેશથી આવતા તમામ લોકો માટે તેની સરહદો બંધ કરી દીધી છે. શુક્રવારે જ દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત પ્રથમ દર્દી મળી આવ્યો હતો. આ પછી જ ઇઝરાયેલે પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
એએફપી અનુસાર, ઇઝરાયેલે તમામ વિદેશીઓ માટે તેની સરહદો બંધ કરી દીધી છે.બીબીસીના અહેવાલમાં સ્થાનિક મીડિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ઈઝરાયેલ વિદેશી પ્રવાસીઓના દેશમાં 14 દિવસ માટે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે.એવી ધારણા હતી.
ગુજરાત સરકારે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે 11 દેશોમાંથી આવતાં પ્રવાસીનું કડક સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. જો કોઇ મુસાફર કોરોના પોઝિટિવ જણાશે તો તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાશે. યુરોપ, યુકે, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ટ્રેસિંગ સમય-સમય પર કરવામાં આવશે