Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જો ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક થઈ તો પાકિસ્તાનના પરમાણુ ન્યૂક્લિયર સ્થાનો ખતમ થઈ શકે છે

જો ફરીથી સર્જીકલ સ્ટ્રાઈક થઈ તો પાકિસ્તાનના પરમાણુ ન્યૂક્લિયર સ્થાનો ખતમ થઈ શકે છે
, ગુરુવાર, 5 ઑક્ટોબર 2017 (16:27 IST)
પડોશી દેશ ચીન અને પાકિસ્તાનને પડકાર આપતા એયર ફોર્સ ચીફ બીએસ ધનોઆએ આજે કહ્યુ છે કે એયરફોર્સ શોર્ટ નોટિસ પર પણ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.  અમે અન્ય ફોર્સ સાથે યુદ્ધ લડવા માટે પણ પૂરી રીતે તૈયાર છીએ. તેમને આગળ કહ્યુ જો સરકાર દ્વારા એક વધુ સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવામાં આવે છે તો એયરફોર્સ પાકિસ્તાનના ન્યૂક્લિયર ઠેકાણાઓને બરબાદ કરવામાં સક્ષમ છે. 
 
બીએસ ધનોએએ કહ્યું કે ચીન અને પાકિસ્તાનને મૂંહતોડ જવાબ આપવા માટે વાયુ સેના તૈયાર છે. ધનોઆએ કહ્યું કે જો સરકાર નિર્ણય લેશે તો વાયુસેના સર્જિકલ સ્ટ્રાઈકમાં પણ ભાગ લેશે. એયર ચીફ માર્શલે કહ્યું કે જો બે ફ્રંટ પર લડાઈ થાય તો અમે 42 સ્કવાડ્રનની જરૂર પડશે. અમારી પાસે પ્લાન બી તૈયાર છે. 
 
તેમણે આગળ કહ્યુ કે વર્ષ 2032 સુધી વાયુસેના 42 લડાકૂ વિમાનોની ક્ષમતા હાંસિલ કરી લેશે. વાયુસેના દરેક મોર્ચે યુદ્ધ માટે તૈયાર છે. અમે ઓછામાં ઓછા સમયમાં પુરી ક્ષમતા સાથે લડી શકીએ છીએ. ચીનના મુદ્દા પર ધનોઆએ કહ્યું કે ચીન વિરુદ્ધ અમારી ક્ષમતા પર્યાપ્ત છે. તેમને કહ્યું કે જો બે ફ્રંટ પર લડાઈ થશે તો અમે 42 સ્ક્વાડ્રનની જરૂરત રહેશે. તેમને જણાવ્યું કે ચીનની એયરફોર્સ હંમેશાં ગરમીની મોસમમાં ઓપરેશન કરે છે અને ઠંડીના સમય દરમિયાન શાંતિથી બેસી જાય છે. ભારતીય વાયુ સેના બિલ્કુલ તૈયાર છે, અમને રિસ્પોન્સ માટે થોડીક જ મિનિટ જોઈએ છે.

એર ફોર્સ ડેની પૂર્વ સંધ્યા પર એક પ્રેસ કોન્ફરન્સમાં એર ચીફ માર્શલ એ કહ્યું કે અમારી સેના ફુલ સ્પેક્ટ્રમ ઑપરેશન માટે તૈયાર છે. આગળ તેમણે એમ પણ કહ્યું કે આઇએએફને સામેલ કરતાં સર્જીકલ સ્ટ્રાઇકલ પર કોઇપણ નિર્ણય સરકારે લેવાનો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આઇએએફ બે ફ્રન્ટ પર જંગના પડકાર માટે પણ તૈયાર છે. પાકિસ્તાને જે પરમાણુ હથિયારો પર કૂદે છે તેને શોધીને પણ નષ્ટ કરવા માટે ભારતીય વાયુસેના સક્ષમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને અનોખો વિરોધ કરાયો