Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

854 બાથરૂમ, 1254 ટોયલેટ, જાણો બાબા રામપાલના વૈભવી આશ્રમ અને તેમની જીવનશૈલી વિશે

854 બાથરૂમ, 1254 ટોયલેટ, જાણો બાબા રામપાલના વૈભવી આશ્રમ અને તેમની  જીવનશૈલી વિશે
, શુક્રવાર, 21 નવેમ્બર 2014 (15:08 IST)
28 નવેમ્બર સુધી જેલ મોકલવામાં આવેલ રામપાલના બરવલા સ્થિત સતલોક આશ્રમનુ પુર્ણ રહસ્ય બહાર સામે લાવવુ એ પોલીસ માટે એક પડકાર બન્યુ છે. આ માટે પોલીસ શુક્રવારે પણ વિશેષ શોધ અભિયાન ચલાવી રહી છે. આશ્રમ એટલો મોટો છે કે પોલીસની અનેક ટીમ સતત શોધ અભિયાન ચલાવીને સંપુર્ણ માહિતી એકત્ર નથી કરી શકી. આશ્રમમાં તહખાના હોવાની વાત પણ  કહેવાય રહી છે.  આ તહખાનનુ રહસ્ય બાબા રામપાલની પૂછપરછ અને આશ્રમની શોધ અભિયાન પુર્ણ થયા પછી સામે આવી શકે છે. આશ્રમ એટલો મોટો છેકે તેમા 854 બાથરૂમ  અને 1254 ટોયલેટ બનાવાયા છે. પાંચ માળમાં બનેલો આ આશ્રમના દરેક માળ પર આધુનિક સુવિદ્યાઓવાળા બાથરૂમ મળ્યા છે. બાથરૂમ પણ એસી લગાવેલા છે. 
 
પોલીસ એ વાતની પણ તપાસ કરી રહી છે કે ખેતીની 12 એકર જમીન પર આટલો મોટો અને આધુનિક આશ્રમ કેવી રીતે બની ગયો ? ઉલ્લેખનીય છે કે પોલીસની શોધમાં અનેક ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. આશ્રમમા ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિદ્યાઓ છે. આશ્રમમાં સ્વિમિંગ  પુલ, એલઈડી ટીવી, અત્યાધુનિક બાથરૂમ, હોસ્પિટલથી લઈને મોડ્યુલર કિચન સુધી છે.  
 
આશ્રમ કે મહેલ  
 
- આશ્રમમાં 854 બાથરૂમ, 1254 ટોયલેટ 
- સત્સંગ દરમિયાન 50 હજારથી વધુ લોકો બેસી શકે એટલો મોટો હોલ 
- 12 ફુટ ઉંચુ સિહાસન 
- પ્રવચન આપવા માટે બુલેટપ્રુફ મજબુત કાચનુ કેબિન 
-આશ્રમમા દાખલ થતા મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ 
- મોબાઈલ ચાર્જ અને સિમ કાર્ડ રિચાર્જ કરાવવાની વ્યવસ્થા 
- મિની હોસ્પિટલ જેમા એક્સરે મશીન અને તપાસ કરવા માટે અનેક પ્રકારના ઉપકરણ 
- આશ્રમના ખૂણે ખૂણે ક્લોઝ સર્કિંટ કેમેરા 
- મોટો ડાયનિંગ હોલ જેમા હજારો લોકો એક સાથે બેસીને લંગર(ભંડારો)  ખાય છે. વાસણોનો વિશાળ ભંડાર 
- આશ્રમમાંથી મળ્યા 10 બંદૂક અને 23 ચાકુ 
 
હાર્ડ ડિસ્ક દ્વારા ખુલશે રહસ્ય 
 
ગુરૂવારે પોલીસને અહી મહિલાઓના શૌચાલયમાં સીસીટીવી કેમેરા લાગેલા મળ્યા હતા. આ ઉપરાંત મર્દાની તાકત વધારનારી દવાઓ, કંડોમ અને અશ્લીલ સાહિત્ય પણ જપ્ત થયુ હતુ. પોલીસને શક છે કે આશ્રમની અંદર અનેક અનૈતિક કામ પણ થાય છે.  રામપાલના નિકટના બલજીત અને તેમની પુત્રી બબીતાની ધરપકડની શકની બુનિયાદ વધુ ચોખવટ કરી છે. બબીતાની પાસેથી જપ્ત મહત્વપુર્ણ ઉપકરણ કોઈ મોટા રેકેટનો ખુલાસો થવાના સંકેત આપી રહ્યા છે. પોલીસ માની રહી છેકે આશ્રમની અંદર પ્રવચન ઉપરાંત અન્ય ગતિવિધિઓ પણ થતી હશે. બબીતા પાસે જપ્ત લેપટોપ, 6 મોબાઈલ ફોન, 10 હાર્ડ ડિસ્ક, 17 સીડી, 3 ટેલીફોન ડાયરી અને પાંચ ફાઈલો આશ્રમના બધા ભેદ ખોલી શકે છે. હાર્ડ ડિસ્ક  દ્વારા અનેક રહસ્ય ખુલી શકે છે.  આશ્રમની બહારથી મોટી સંખ્યામાં જપ્ત અશ્લીલ સામગ્રી પહેલા જ કંઈક ખોટુ થઈ રહ્યુ હોવાનો ઈશરો કરે છે.  પોલીસને આસપાસના ગ્રામીણોએ જણાવ્યુ કે અનેકવાર તેમને ખેતરોમાં આપત્તિજનક સામગ્રી પડેલી મળી છે. 
 
હરિયાણાના હિસાર સ્થિત બરવાલામાં બનેલ રામપાલના આશ્રમને સીલ કરશે પોલીસ 
 
અનુયાયીએ આધ્યાત્મની કેફી દવા પાઈને બાબા રામપાલે પોતે ખુદ ભૌતિકતાને પકડી રાખી હતી. હિસારના બરવાળામાં લગભગ 12 એકરમાં ફેલાયેલા બાબા રામપાલના સતલોક આશ્રમમાં તેણે એશો આરામની તમામ સુવિદ્યાઓ ઉભી કરી હતી.  આત્યાર સુધી લોકોની નજરોથી દૂર રહેલા આશ્રમની જાહોજલાલી લોકો સમક્ષ આવી જતા રામપાલની વિલાસપુર્ણ જીંદગીની તસવીર લોકો સમક્ષ ઉઘાડી પાડવામાં આવી હતી.  દરેક ક્ષણની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સમગ્ર આશ્રમમાં 800 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.  આ ઉપરાંત દરેક સ્થળે લિફ્ટની વ્યવસ્થા હતી. 
 
બાબાની વૈભવી જીવનશૈલી પર એક નજર 
 
આલીશાન સ્વીમિંગ પુલ - આશ્રમમા એક મોટો આલીશાન સ્વીમિંગ પુલ 
 
આશ્રમમાં એક મોટો આલીશાન સ્વીમિંગ પુલ બનાવવામાં આવ્યો છે. તેમા લકઝરી સુવિદ્યાવાળુ બાથરૂમ પણ છે. આ બાથરૂમમાં વાપરવામાં આવેલી તમામ વસ્તુઓ વિદેશી છે. આ ઉપરાંત સત્સંગ હોલ ભોજનશાળા પણ છે. રામપાલ માટે બનાવવામાં આવેલી પાંચ માળની ઈમારતમાં અનુયાયીઓને આવવાની મંજુરી નહોતી. આ ભવન સંપુર્ણ એસી ધરાવતુ છે.  
 
વિદેશી ભક્તો 
 
રામપાલના આશ્રમમાં વિદેશી ભક્તો પણ રહેતા હતા. નેપાળના 4000 ભક્તો અહી રહેતા હતા. જે પૈકી ઘના છેલ્લા એક વર્ષથી આશ્રમમાં જ પડ્યા પાર્થર્યા રહેતા હતા.  અમેરિકન મહિલાઓ રુજી અને ગ્વેરી પણ એક વર્ષથી અહી રહેતી હતી. તેમની સાથે એક છ મહિનાનો બાળક પણ હતો. 
 
છ મહિનાનુ કરિયાણુ - આશ્રમની તપાસ કરતા છ મહિના ચાલે તેટલુ કરિયાણું ભરેલુ મળ્યુ હતુ. સૂત્રો મુજબ આશ્રમમાં બોમ્બ સ્કવોડને પણ બોલાવાયો છે. નાઈટ્રોગેસના સિલિંડર અને કેટલુ અશ્લીલ સાહિત પણ આશ્રમમાંથી મળી આવ્યુ છે. નાઈટ્રોજન ગેસનો ઉપયોગ લોકોને બેભાન કરવ માટે થાય છે. સૂત્રો મુજબ રામપાલને પકડવા માટે અત્યાર સુધી 85 કરોડનો ધુમાડો કરવામાં આવી ચુક્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati